ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડે રાજ્યના ગામડાઓમાં 45 હજારથી વધુ વિકાસ કાર્યો અમલમાં મૂકાશે. આ કાર્યોમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અભિયાન, ગામડાની માર્ગ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટિંગ, કોમ્યુનિટી હોલ્સ, તેમજ અન્ય મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટો ગ્રામ્ય લોકોના રોજિંદા જીવનમાં સીધી અસર કરશે અને તેમના જીવનસ્તરમાં સુધારો લાવશે.
રાજ્ય સરકારે છેલ્લા એક વર્ષમાં કુલ 2619 કરોડ રૂપિયા 15મા નાણા પંચ હેઠળ ફાળવ્યા છે, જેના કારણે ગામડાઓમાં વિકાસની ગતિ વધુ તેજ બની છે. સરકારે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર જ નહિ, પરંતુ ગામડાઓને ડિજિટલ, સુચ્છ અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવા પર પણ ફોકસ કર્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ ભવ્ય વિકાસ પ્રયાસો ગામડાના લોકો માટે રોજગાર સર્જશે, આરોગ્ય સેવાઓમાં સુધારો લાવશે અને જીવનની ગુણવત્તાને વધુ ઉત્તમ બનાવશે.
આ ફાળવણીથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોને ટકાઉ વિકાસ તરફ ધકેલવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રાજ્યના આયોજનબદ્ધ પ્રયાસો સાથે ગામડાના વિકાસનો એક નવો અધ્યાય ખૂલ્લો થઈ રહ્યો છે, જે ગુજરાતના સર્વાંગી અને સમાન વિકાસને વધુ મજબૂત બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel