click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Paper Leak Bill 2026 : પેપર લીકમાં 10 વર્ષની જેલ, ₹50 લાખ દંડ; જાણો નવા કાયદાની મોટી જોગવાઈઓ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Paper Leak Bill 2026 : પેપર લીકમાં 10 વર્ષની જેલ, ₹50 લાખ દંડ; જાણો નવા કાયદાની મોટી જોગવાઈઓ
Gujarat

Paper Leak Bill 2026 : પેપર લીકમાં 10 વર્ષની જેલ, ₹50 લાખ દંડ; જાણો નવા કાયદાની મોટી જોગવાઈઓ

કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ બિલ, 2026 લોકસભામાં રજૂ કર્યું છે. બિલમાં પેપર લીક માટે પાંચથી 10 વર્ષની જેલ, ₹50 લાખ દંડ, સંગઠિત ગુનામાં ઓછામાં ઓછો ₹5 કરોડ દંડ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ત્રણ મહિનામાં ટ્રાયલની જોગવાઈ છે.

Last updated: 2026/07/28 at 5:33 પી એમ(PM)
One India News Team
Share
9 Min Read
SHARE

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત એક્ઝામ ફ્રોડ સામે કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026 લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલ દ્વારા વર્ષ 2024ના જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ કાયદામાં સજા, દંડ, તપાસ અને ટ્રાયલને લગતા મહત્વપૂર્ણ ફેરફારો સૂચવવામાં આવ્યા છે.

Contents
પેપર લીક અને પરીક્ષા ફ્રોડ માટે સજા વધારવાનો પ્રસ્તાવકઈ પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવે છે?ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સર્વિસ પ્રોવાઇડરો માટે કડક જોગવાઇઓતપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી શકાશેબે મહિનામાં તપાસ પૂર્ણ કરવી પડશેદરેક રાજ્યમાં બનશે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટચાર્જશીટ બાદ ત્રણ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો લક્ષ્યાંકપેન્ડિંગ કેસો પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જશેહાઇકોર્ટની બે જજની બેન્ચ સમક્ષ અપીલઝડપી ટ્રાયલની સમયમર્યાદા અંગે કાયદાકીય સવાલNEET પેપર લીક વિવાદ બાદ કાયદો કડક કરવાની કવાયતપરીક્ષા આપતા સામાન્ય ઉમેદવારો માટે શું જોગવાઈ?લોકસભા બાદ રાજ્યસભામાં જશે બિલ

કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે 27 જુલાઈ 2026ના રોજ આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. સુધારા બિલનો હેતુ જાહેર પરીક્ષાઓની વિશ્વસનીયતા અને પારદર્શિતા જાળવવાની સાથે પેપર લીક અને પરીક્ષા કૌભાંડના કેસોમાં સમયમર્યાદામાં તપાસ તથા ઝડપી ટ્રાયલ સુનિશ્ચિત કરવાનો છે.

પેપર લીક અને પરીક્ષા ફ્રોડ માટે સજા વધારવાનો પ્રસ્તાવ

હાલના પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ, 2024 હેઠળ પેપર લીક, પ્રશ્નપત્રમાં ચેડાં, ઉમેદવારોને ગેરકાયદેસર મદદ કરવી અથવા અન્ય પ્રકારની પરીક્ષા ગેરરીતિમાં સંડોવાયેલા વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષની જેલ થઈ શકે છે.

નવા સુધારા બિલમાં આ સજા વધારીને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત આવા ગુનાઓ માટેનો મહત્તમ દંડ હાલના ₹10 લાખથી વધારીને ₹50 લાખ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે હાલની સજા અને દંડની જોગવાઈ પરીક્ષા માફિયા તથા સંગઠિત નેટવર્કને રોકવા માટે પૂરતી નથી. તેથી વધુ લાંબી જેલસજા અને ભારે આર્થિક દંડ દ્વારા આવા ગુનાઓ સામે મજબૂત પ્રતિબંધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કઈ પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવે છે?

આ કાયદો કેન્દ્ર સરકારની વિવિધ જાહેર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર લાગુ પડે છે. તેમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન—UPSC, સ્ટાફ સિલેક્શન કમિશન—SSC, રેલવે ભરતી બોર્ડ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન—IBPS અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી—NTA દ્વારા યોજાતી પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારના મંત્રાલયો, તેમની સંલગ્ન કચેરીઓ અને કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવતી અન્ય પરીક્ષા સંસ્થાઓ પણ આ કાયદાની જોગવાઈ હેઠળ આવી શકે છે.

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સર્વિસ પ્રોવાઇડરો માટે કડક જોગવાઇઓ

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ માટે પણ અલગથી કડક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આવા ઓર્ગેનાઇઝ્ડ એક્ઝામ ફ્રોડ બદલ ઓછામાં ઓછી સજા પહેલાં પાંચ વર્ષ હતી, જે વધારીને 7 વર્ષ કરવામાં આવી છે. જ્યારે પહેલાં વધુમાં વધુ દંડ ₹1 કરોડ સુધીનો હતો, જે હવે ₹5 કરોડ સુધી કરવામાં આવ્યો છે.

જ્યારે કોઈ સર્વિસ પ્રોવાઇડર આવા ગુનાઓમાં સંડોવાય તો આવાં એકમોને ₹5 કરોડ સુધીનો દંડ થઈ શકશે. ઉપરાંત તેમની ઉપર જાહેર પરીક્ષાઓ યોજવા પર આઠ વર્ષ સુધીનો પ્રતિબંધ પણ લગાવી શકાશે. આ સર્વિસ પ્રોવાઇડરના ડાયરેક્ટર, સિનિયર મેનેજર કે અન્ય માણસો સંડોવાયેલા હોવાનું જણાય તો તેમને ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થશે. ઉપરાંત ₹5 કરોડ સુધીનો દંડ ફટકારી શકાશે.

તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી શકાશે

હાલના કાયદા મુજબ પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના કેસની તપાસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ—DSP અથવા આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ—ACPથી નીચા દરજ્જાના અધિકારી કરી શકતા નથી.

કાયદા હેઠળ કેન્દ્ર સરકાર કોઈ કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને પણ સોંપી શકે છે. નવા સુધારા બિલમાં કેન્દ્ર સરકારને આવા કેસોની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ—STF બનાવવાની વધારાની સત્તા આપવાનો પ્રસ્તાવ છે. આ ટાસ્ક ફોર્સ અલગ-અલગ રાજ્યોમાં કાર્યરત પેપર લીક ગેંગ, ટેકનોલોજી આધારિત નકલ નેટવર્ક, પરીક્ષા કેન્દ્રો અને સર્વિસ પ્રોવાઇડરો વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરી શકશે.

બે મહિનામાં તપાસ પૂર્ણ કરવી પડશે

સુધારા બિલમાં પેપર લીક અને પરીક્ષા ફ્રોડના કેસોની તપાસ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. બિલ મુજબ ગુનો નોંધાયા બાદ તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે.

તપાસ એજન્સીએ આ સમયગાળામાં પુરાવા એકત્ર કરવા, ડિજિટલ અને ફોરેન્સિક તપાસ કરવા, જવાબદાર આરોપીઓની ઓળખ કરવા અને ચાર્જશીટ તૈયાર કરવાની રહેશે. જોકે પ્રસ્તાવિત બિલમાં બે મહિનાની સમયમર્યાદા પૂર્ણ ન થાય તો શું કાયદાકીય પરિણામ આવશે તેની અલગ સ્પષ્ટ જોગવાઈ નથી. આ મુદ્દો સંસદીય ચર્ચા દરમિયાન ઉઠી શકે છે.

દરેક રાજ્યમાં બનશે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ

સુધારા બિલમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને એક સેશન્સ કોર્ટને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે નિયુક્ત કરવાની જોગવાઈ છે.

આ કોર્ટ પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની ઝડપી સુનાવણી કરશે. ગુના સાથે ભારતીય ન્યાય સંહિતા અથવા અન્ય કાયદાની કલમો જોડાયેલી હોય તો તે કેસોની પણ એકસાથે સુનાવણી કરી શકાશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને આવી વિશેષ અદાલતો માટે એક અથવા વધુ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની રહેશે.

ચાર્જશીટ બાદ ત્રણ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

સુધારા બિલ મુજબ ચાર્જશીટ દાખલ થયા બાદ કેસની સુનાવણી ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે. સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટને કેસની રોજિંદી ધોરણે સુનાવણી કરવાની રહેશે.

સાક્ષીઓ હાજર હોય તો તેમની જુબાની સતત નોંધવાની રહેશે. કોઈ કારણસર સુનાવણી બીજા દિવસથી આગળ મુલતવી રાખવી પડે તો કોર્ટે તેનું કારણ લેખિતમાં નોંધવું પડશે. આ જોગવાઈનો હેતુ એવો છે કે પરીક્ષા ફ્રોડના કેસો વર્ષો સુધી અદાલતોમાં લટકતા ન રહે અને આરોપીઓ સામે સમયસર ચુકાદો આવી શકે.

પેન્ડિંગ કેસો પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જશે

પબ્લિક એક્ઝામિનેશન્સ એક્ટ હેઠળ હાલ સામાન્ય અદાલતોમાં પેન્ડિંગ રહેલા તમામ કેસોને પણ સુધારેલો કાયદો અમલમાં આવ્યા બાદ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ છે.

આવા ટ્રાન્સફર થયેલા કેસોની સુનાવણી પણ ટ્રાન્સફરની તારીખથી ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો પડશે. પેન્ડિંગ કેસોની સંખ્યા અને દરેક રાજ્યમાં વિશેષ અદાલતોની ઉપલબ્ધતા આ જોગવાઈના અસરકારક અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હાઇકોર્ટની બે જજની બેન્ચ સમક્ષ અપીલ

સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદા, સજા અથવા આદેશ સામે હાઇકોર્ટમાં અપીલ કરી શકાશે. આ અપીલની સુનાવણી હાઇકોર્ટના ઓછામાં ઓછા બે ન્યાયાધીશોની બેન્ચ કરશે.

અપીલ સામાન્ય રીતે કોર્ટના આદેશની તારીખથી 30 દિવસની અંદર દાખલ કરવાની રહેશે. પૂરતું કારણ દર્શાવવામાં આવે તો વિલંબ માફ થઈ શકે છે, પરંતુ બિલમાં 90 દિવસ બાદ અપીલ સ્વીકારવા પર પ્રતિબંધની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે. હાઇકોર્ટને અપીલ સ્વીકાર્ય થયા બાદ શક્ય હોય ત્યાં સુધી ત્રણ મહિનામાં તેનો નિકાલ કરવાનો રહેશે.

ઝડપી ટ્રાયલની સમયમર્યાદા અંગે કાયદાકીય સવાલ

બિલમાં તપાસ માટે બે મહિના અને ટ્રાયલ માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, પરંતુ આવી ફરજિયાત સમયમર્યાદા અંગે કાયદાકીય પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે અગાઉના એક ચુકાદામાં જણાવ્યું હતું કે ફોજદારી કેસો પૂર્ણ કરવા માટે કડક અંતિમ સમયમર્યાદા નક્કી કરવી દરેક પરિસ્થિતિમાં શક્ય અથવા ન્યાયસંગત નથી. સાક્ષીઓની સંખ્યા, આરોપીઓની હાજરી, પુરાવાની જટિલતા અને ફોરેન્સિક તપાસને કારણે કેસમાં વધુ સમય લાગી શકે છે. તેથી સંસદીય ચર્ચા દરમિયાન સમયમર્યાદાના અમલ અને સમયસર ટ્રાયલ માટે જરૂરી ન્યાયિક માળખા અંગે ચર્ચા થવાની શક્યતા છે.

NEET પેપર લીક વિવાદ બાદ કાયદો કડક કરવાની કવાયત

સુધારા બિલના ઉદ્દેશ્યોમાં જાહેર પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા, નિષ્પક્ષતા અને અખંડિતતા મજબૂત કરવાની વાત કરવામાં આવી છે.

તાજેતરના પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના આરોપો બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષા વ્યવસ્થા અંગે વિશ્વાસનો પ્રશ્ન ઊભો થયો હતો. આવી ઘટનાઓમાં માત્ર ઉમેદવારો જ નહીં પરંતુ સમગ્ર ભરતી અને પ્રવેશ પ્રક્રિયા પ્રભાવિત થાય છે. સરકારનું કહેવું છે કે વધુ સજા, ભારે દંડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ફાસ્ટ ટ્રેક કોર્ટથી સંગઠિત પરીક્ષા માફિયાઓ સામે અસરકારક કાર્યવાહી કરી શકાશે.

પરીક્ષા આપતા સામાન્ય ઉમેદવારો માટે શું જોગવાઈ?

વર્ષ 2024ના મૂળ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષા આપતા સામાન્ય ઉમેદવારોને નિશાન બનાવવાનો નહીં, પરંતુ પેપર લીક અને સંગઠિત ગેરરીતિ કરાવતા નેટવર્ક સામે કાર્યવાહી કરવાનો છે. સુધારા બિલમાં પણ મુખ્ય ધ્યાન પેપર લીક કરનાર વ્યક્તિ, સંગઠિત ગેંગ, સર્વિસ પ્રોવાઇડર અને જવાબદાર અધિકારીઓ પર કેન્દ્રિત છે.

તેમ છતાં કોઈ ઉમેદવાર ગેરકાયદેસર નેટવર્ક અથવા અન્ય આરોપીઓ સાથે મળીને સંગઠિત પરીક્ષા ફ્રોડમાં સંડોવાયેલો હોવાનું પુરવાર થાય તો તેની સામે અન્ય લાગુ કાયદાઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

લોકસભા બાદ રાજ્યસભામાં જશે બિલ

લોકસભામાં રજૂ થયેલા સુધારા બિલ પર ચર્ચા અને મતદાન થશે. લોકસભાની મંજૂરી મળ્યા બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

બંને ગૃહોમાં બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી અને સત્તાવાર ગેઝેટ જાહેર થયા બાદ જ સુધારેલી જોગવાઈઓ કાયદા તરીકે અમલમાં આવશે. તેથી હાલમાં આ તમામ ફેરફારો પ્રસ્તાવિત જોગવાઈઓ છે અને બિલ પસાર થાય તે પહેલાં જૂના કાયદાની જોગવાઈઓ અમલમાં રહેશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, ‘ભીડ હિંસક બન્યા બાદ જ બળપ્રયોગ કરવો પડ્યો’ : દિલ્હી પોલીસ

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ

પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર

નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર

વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય

TAGGED: @india, Anti Cheating Law India, Breaking news, CM Gujarat, Competitive Exam Paper Leak, Exam Fraud Law, Exam Fraud Penalty, Examination Mafia Action, gujarat, gujarati news, india news, india news channel, Jitendra Singh, latest news, localnewsingujarat, Lok Sabha Bill 2026, Modi Government Paper Leak Bill, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Organised Exam Crime, Paper Leak Bill 2026, Paper Leak Law India, Paper Leak Punishment India, Politics, Public Examination Law India, Public Examinations Amendment Bill 2026, Special Fast Track Court, Special Task Force Exam Fraud, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, કેન્દ્ર સરકારના નવા કાયદા, જિતેન્દ્ર સિંહ, પબ્લિક એક્ઝામિનેશન્સ બિલ 2026, પરીક્ષા ફ્રોડ કાયદો, પરીક્ષા ફ્રોડમાં 50 લાખ દંડ, પરીક્ષા માફિયા સામે કાર્યવાહી, પેપર લીક કાયદો, પેપર લીકમાં 10 વર્ષની સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ભારત, મોદી સરકાર પેપર લીક બિલ, લોકસભા બિલ, સંગઠિત પરીક્ષા કૌભાંડ, સરકારી પરીક્ષા પેપર લીક, સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતિ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ પ્લેન ક્રેશ કેસ : AAIBનો તપાસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ચાર સિમ્યુલેશન ટેસ્ટ પૂર્ણ
Next Article કંડલા પોર્ટે એક જ દિવસમાં 7.83 લાખ MT કાર્ગો હેન્ડલ કરી પોતાનો નેશનલ રેકોર્ડ તોડ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, ‘ભીડ હિંસક બન્યા બાદ જ બળપ્રયોગ કરવો પડ્યો’ : દિલ્હી પોલીસ
Gujarat ઓગસ્ટ 18, 2026
મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ
Gujarat ઓગસ્ટ 18, 2026
પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર
Gujarat ઓગસ્ટ 18, 2026
નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર
Anand Gujarat ઓગસ્ટ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?