વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલાની વરસી પર હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ આ ભયાનક હુમલાના પીડિતોને ક્યારેય ભૂલશે નહીં.
પીએમ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, “એક રાષ્ટ્ર તરીકે આપણે આ દુઃખની ઘડીમાં એકજૂથ છીએ અને આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ભારત ક્યારેય ઝૂકશે નહીં.” તેમના આ નિવેદનથી દેશના લોકોમાં એકતા અને સંકલ્પનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે.
કેવી રીતે થયો હતો હુમલો?
આ આતંકી હુમલો પહલગામના સુંદર બાઈસરન વેલી વિસ્તારમાં થયો હતો. સહેલાણીઓ જ્યારે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ અચાનક અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો.
આતંકીઓએ પહેલા લોકોના નામ અને ધર્મ પૂછીને નિર્દોષોને નિશાન બનાવ્યા હતા. મહિલાઓ અને બાળકોની સામે જ આ કાયરતાપૂર્ણ હુમલામાં કુલ 26 લોકોના મોત થયા હતા, જે સમગ્ર દેશ માટે આઘાતજનક ઘટના બની હતી.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
— Narendra Modi (@narendramodi) April 22, 2026
ભારતીય સેનાનો કડક જવાબ
હુમલા બાદ ભારતીય સેનાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ અંતર્ગત ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, જેમાં સરહદ પાર પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ ઓપરેશન દરમિયાન 9 આતંકી કેમ્પોને નષ્ટ કરવામાં આવ્યા હતા અને 100થી વધુ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી આતંકવાદ સામે ભારતના દૃઢ સંકલ્પનું પ્રતિક બની હતી.
ઓપરેશન મહાદેવમાં મોટી સફળતા
ત્યારબાદ 28 જુલાઈ 2025ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન મહાદેવ હેઠળ સૌથી મોટી સફળતા મેળવી હતી. આ ખાસ ઓપરેશનમાં પહલગામ હુમલાના મુખ્ય જવાબદાર આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીથી આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ વધુ મજબૂત બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel