વિશ્વ પર અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્ટ્રને આધ્યાત્મિક પાયાની મોટી આવશ્યકતા છે. આ જ ઉમદા હેતુથી, ભારતને અભેદ્ય આધ્યાત્મિક સંરક્ષણ કવચ પ્રાપ્ત થાય અને દેશની સર્વાંગી પ્રગતિ થઈને ફરી એકવાર ‘રામરાજ્ય’નો ઉદય થાય, તે સંકલ્પની પૂર્તિ માટે સનાતન સંસ્થા દ્વારા મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી રવિવાર, ૧૭ મે ૨૦૨૬ ના દિવસે પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરની પાછળ આવેલા નરદુલ્લા ટેંક મેદાન પર બપોરે ૩.૩૦ થી સાંજે ૭.૩૦ દરમિયાન આ યજ્ઞ સમારોહ અત્યંત મંગલમય વાતાવરણમાં સંપન્ન થશે. આ માહિતી સનાતન સંસ્થાના પ્રવક્તા શ્રી અભય વર્તકે મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી. આ પ્રસંગે સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ચેતન રાજહંસ, પુરોહિત અને જ્યોતિર્વિદ શ્રી શ્રેયસ પિસોળકર અને મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના નવી મુંબઈ સમન્વયક શ્રી કૈલાસ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાયજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે રાષ્ટ્રરક્ષણ માટેની એક આધ્યાત્મિક લડાઈ હોવાનું આ સમયે રેખાંકિત કરવામાં આવ્યું હતું.
આ યજ્ઞનું આધ્યાત્મિક મહત્વ સમજાવતી વેળાએ શ્રી અભય વર્તકે જણાવ્યું કે, આદિશક્તિ દેવી સતીના ક્રોધમાંથી પ્રગટ થયેલી ‘દશમહાવિદ્યા’ઓમાં માતંગી દેવીનું સ્થાન અજોડ છે. દેવી માતંગી એ આદિશક્તિના ‘પ્રધાનમંત્રી’ એટલે કે મુખ્ય સલાહકાર માનવામાં આવે છે. શત્રુ પર વિજય મેળવવા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવવા માટે આ દેવીની ઉપાસના ફળદાયી સાબિત થાય છે. ઐતિહાસિક સંદર્ભો ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ત્રેતાયુગમાં પ્રભુ શ્રી રામના અવતાર સમયે પણ રાજમાતંગી દેવીનું તત્વ કાર્યરત હતું, જેના કારણે આદર્શ રામરાજ્યની સ્થાપના થઈ શકી હતી. આજના સમયમાં પણ આવી જ દૈવી શક્તિના આશીર્વાદથી ભારતનું સંરક્ષણ થાય, તે આ યજ્ઞ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ મહાયજ્ઞનું સૌથી મોટું આકર્ષણ એટલે ૧ હજાર વર્ષ પહેલાં આક્રમણખોર મોહમ્મદ ગઝની દ્વારા ખંડિત કરવામાં આવેલા સોરઠી સોમનાથ જ્યોતિર્લિંગના દિવ્ય અંશોના દર્શન ! ઈતિહાસના સાક્ષી એવા આ પવિત્ર અવશેષો અહીં દર્શન માટે રાખવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ માટે એક દુર્લભ તક હશે તેમ શ્રી ચેતન રાજહંસે જણાવ્યું. યજ્ઞની શરૂઆત મહાસંકલ્પ, શ્રી ગણેશ આવાહન અને પુણ્યાહવાચનથી થશે અને શ્રી રાજમાતંગી દેવીના મૂળમંત્રો સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે. યજ્ઞનું પૌરોહિત્ય ઈરોડ, તમિલનાડુના શિવાગમ વિદ્યાનિધિ આગમાચાર્ય શ્રી અરુણકુમાર ગુરુમૂર્તિ કરશે, જ્યારે શિવાચાર્ય શ્રી ગુરુમૂર્તિ યજ્ઞના મુખ્ય આચાર્ય રહેશે, તેમ શ્રી. શ્રેયસ પિસોળકરે જણાવ્યું. આ યજ્ઞમાં મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાના અનેક મંદિરોના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ સહભાગી થશે, તેવી માહિતી શ્રી. કૈલાસ પાટીલે આપી હતી.
સનાતન સંસ્થાએ અત્યાર સુધી ૭૫૦ થી વધુ યજ્ઞ-અનુષ્ઠાન કર્યા છે. આ યજ્ઞ સમારોહમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, સંતો-મહંતો, રાજ્ય સરકારના મંત્રીઓ, હિંદુત્વવાદી સંગઠનોના પદાધિકારીઓ, વિચારકો, વકીલો અને ઉદ્યોગપતિઓ સહિત અનુમાને ૫ હજાર ભક્તો ઉપસ્થિત રહેશે. સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ જે મુંબાપુરીથી ધર્મકાર્યના શ્રીગણેશ કર્યા હતા, તે જ નગરીમાં યોજાઈ રહેલો આ મહાયજ્ઞ રાષ્ટ્રનિર્માણની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે, તેવો વિશ્વાસ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તમામ ધર્મપ્રેમી હિંદુઓએ સહપરિવાર આ ઉત્સવ સમારોહમાં ઉપસ્થિત રહેવા શ્રી. અભય વર્તકે આવાહન કર્યું છે.
આપનો નમ્ર,
શ્રી. અભય વર્તક
પ્રવક્તા, સનાતન સંસ્થા
(સંપર્ક ક્રમાંક : 9987922222)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel