થરાદ નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સર્કિટ હાઉસથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓ અને નગરપાલિકાના કર્મચારીઓએ હાથમાં સ્વચ્છતાના બેનરો અને સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ સાથે શહેરના મુખ્ય માર્ગો પર સ્વચ્છતાનો સંદેશ પ્રસારિત કર્યો હતો. “સ્વચ્છ શહેર, સ્વસ્થ નાગરિક”, “કચરો કચરાપેટીમાં જ નાખો” જેવા સંદેશાઓ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરપાલિકા સ્ટાફ જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવી નાગરિકોની સહભાગિતા વધારવાનો હતો.
ભૂરપુરી ગોસ્વામી (વાવ-થરાદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel