31 ડિસેમ્બર 2025ના રોજ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ અત્યંત ભવ્ય, દિવ્ય અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહી છે. આ ઐતિહાસિક દિવસને હિંદુ પંચાંગ મુજબ ‘પ્રતિષ્ઠા દ્વાદશી પાટોત્સવ’ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, જેની ઉજવણી 28 ડિસેમ્બર 2025થી શરૂ થઈ 2 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં વૈદિક પરંપરા, આધ્યાત્મિક અનુષ્ઠાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું અનોખું સંયોજન જોવા મળી રહ્યું છે. જો કે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાઈ હતી, પરંતુ પરંપરાગત હિંદુ કેલેન્ડર અનુસાર પ્રતિષ્ઠા દ્વાદશી તિથિ આ વર્ષે 31 ડિસેમ્બરે આવતી હોવાથી આ દિવસને મુખ્ય પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
प्रतिष्ठा द्वादशी पाटोत्सव समारोह के द्वितीय दिवस पर आज श्रीराम जन्मभूमि मन्दिर के यज्ञ अनुष्ठान में तत्त्वकलश, तत्त्वहोम, मन्युसूक्त होम, रामतारकमंत्रहोम आदि अनुष्ठान सम्पन्न किए गए।
सांध्य बेला में देवविग्रह की पालकी यात्रा निकाली गई। पालकी प्रतिदिन श्रीराम मन्दिर की तीन… pic.twitter.com/IGNUIHBZk4
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 28, 2025
ઉજવણીની શરૂઆત 28 ડિસેમ્બરે વિવિધ યજ્ઞ અનુષ્ઠાનો સાથે થઈ હતી, જેમાં તત્વકલશ, તત્વહોમ, મન્યુસૂક્ત હોમ અને રામતારક મંત્ર હોમ જેવી પવિત્ર વૈદિક વિધિઓ સામેલ હતી. આ તમામ અનુષ્ઠાનો વિશ્વપ્રસન્ન તીર્થજી મહારાજના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયા હતા. આચાર્યોના મતે આ વિધિઓ વૈદિક વિજ્ઞાનનો અભિન્ન ભાગ છે, જે પંચતત્વોને સંતુલિત કરીને અધર્મ, વિઘ્ન અને અશાંતિને દૂર કરે છે. એ જ દિવસે સાંજે દેવવિગ્રહની પાલકી યાત્રા કાઢવામાં આવી હતી, જે દરરોજ શ્રીરામ મંદિરની ત્રણ વખત પરિક્રમા કરે છે અને સમગ્ર ઉત્સવ દરમિયાન ચાલુ રહેશે. આ પાલકી યાત્રામાં દેશભરમાંથી આવેલા હજારો ભક્તોની ઉપસ્થિતિ શ્રીરામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
श्री रामजन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट द्वारा आयोजित प्रतिष्ठा द्वादशी द्वितीय पाटोत्सव के उपलक्ष्य में आज पौष शुक्ल दशमी दिनांक २९/१२/२०२५ को श्री रामजन्मभूमि परिसर स्थित अंगद टीला पर १०८ यजमानों द्वारा धार्मिक अनुष्ठान पश्चात श्री रामचरितमानस पाठ प्रारम्भ हुआ
On the occasion of… pic.twitter.com/kxBe5VqVgF
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 29, 2025
29 ડિસેમ્બરના રોજ પોષ શુક્લ દશમીના પાવન દિવસે અંગદ ટીલા મંદિર ખાતે 108 ભક્તો દ્વારા શ્રીરામચરિતમાનસ પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠા દ્વાદશી દ્વિતિયા પાટોત્સવનો મહત્વપૂર્ણ ભાગ હતો. ત્યારબાદ 30 ડિસેમ્બરે કાનપુરના શ્રી શ્રી આનંદમયી મા માનસ પરિવારે શ્રીરામચરિતમાનસનો પાઠ કર્યો, જ્યારે રામદીનેશાચાર્યજી મહારાજે શ્રીરામકથા પર આધ્યાત્મિક પ્રવચન આપીને ભક્તોને ભાવવિભોર કર્યા. સાંજે છત્તીસગઢની ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ રામલીલાએ ઉપસ્થિત ભક્તોમાં વિશેષ ઉત્સાહ ભરી દીધો. આ તમામ કાર્યક્રમો અંગદ ટીલા સ્થિત વિશાળ પંડાલમાં યોજાયા હતા. એ જ દિવસે સાંજે તત્વકલશ, તત્વહોમ, કલશાધિવાસ હોમ જેવી ધાર્મિક વિધિઓ બાદ ભવ્ય પાલખી શોભાયાત્રા અને ‘ગાથા શ્રી રામ મંદિર કી’ નામનું સંગીતમય નાટ્ય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું, જેમાં શ્રીરામ જન્મભૂમિના પુનઃનિર્માણ માટે બલિદાન આપનારાઓની ગાથાને ભાવસભર રીતે રજૂ કરવામાં આવી હતી.
प्रतिष्ठा द्वादशी के कार्यक्रमों के क्रम मे आज प्रातः काल श्री श्री आनंदमयी माँ मानस परिवार, कानपुर द्वारा श्री रामचरितमानस का सस्वर वाचन हुआ, तथा दिन में पूज्य रामदिनेशाचार्य जी महाराज द्वारा श्री रामकथा का प्रवचन हुआ।
आज सायं ५ से ७:३० बजे तक छत्तीसगढ़ स्थित गुरु घासीदास… pic.twitter.com/edMYF8Nwy1
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 30, 2025
31 ડિસેમ્બર 2025 પ્રતિષ્ઠા દ્વાદશીનો મુખ્ય અને સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સવારે 11 વાગ્યે શ્રીરામ મંદિર પરિસરમાં દર્શન કરશે અને બપોરે 1 વાગ્યે અંગદ ટીલા મેદાનમાં ભક્તોને સંબોધન કરશે. આ અવસરે અનેક વિશેષ ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞો અને પાલકી યાત્રાઓ યોજાશે, જેમાં દેશ-વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ઉત્સવના મુખ્ય આકર્ષણરૂપે રામ મંદિર પરિસરમાં નિર્મિત સાત ઉપ-મંદિરોનાં શિખરો પર ધર્મધ્વજ ફરકાવવામાં આવશે, જે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઐતિહાસિક ક્ષણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની હાજરી પણ નોંધપાત્ર રહેશે.
श्रीराम जन्मभूमि मन्दिर में आयोजित प्रतिष्ठा द्वादशी पाटोत्सव समारोह में यज्ञशाला अनुष्ठान के चौथे दिन आज तत्वकलश, तत्वहोम, कलशाधिवासहोम इत्यादि अनुष्ठान संपन्न हुए। तत्पश्चात सायंकाल पालकी यात्रा निकाली गई।
On the fourth day of the Yajna rituals at the Pratishtha Dwadashi… pic.twitter.com/5ZZQwTwsmD
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 30, 2025
ઉલ્લેખનીય છે કે શ્રીરામ મંદિરનું નિર્માણ 5 ઓગસ્ટ 2020ના રોજ ભૂમિ પૂજન સાથે શરૂ થયું હતું અને 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય યજમાનત્વ હેઠળ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આજે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતીક બની ગયું છે. આ પ્રતિષ્ઠા દ્વાદશી પાટોત્સવ દરમિયાન અયોધ્યામાં જોવા મળતી ભક્તોની વિશાળ સંખ્યા, ‘જય શ્રીરામ’ અને ‘જય સીયારામ’ના ગગનભેદી નાદો અને સોશિયલ મીડિયા પર વાયરલ થતી તસવીરો આ ઐતિહાસિક ઉજવણીની ભવ્યતા અને આધ્યાત્મિક ઊર્જાને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે.
श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र द्वारा आयोजित द्वितीय प्रतिष्ठा द्वादशी समारोह के दूसरे दिन मोहित शेवानी व उनके समूह द्वारा 'गाथा श्रीराम मंदिर की' कार्यक्रम का अंनूठा मंचन हुआ|
आक्रांताओं द्वारा ध्वस्त व तहस-नहस की गई अयोध्या में प्रभु श्रीराम की पुनर्प्रतिष्ठा के लिए किस तरह… pic.twitter.com/oI4oDGMLws
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 30, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel