પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યના મહેસૂલ મંત્રી રહેલાં તથા લોકભારતી સંસ્થાના વડા રહેલાં અને પાલિતાણામાં સતુઆબાબા વિદ્યાલય સ્થાપના કરનાર સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને ભાવ સ્મરણ સાથે શ્રધ્ધાંજલિ પાઠવાઈ છે. સંસ્થાના વડા ગિરીશભાઈ ગોધાણીના નેતૃત્વમાં અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંહીંના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે.
શ્રી સતુઆબાબા વિદ્યાલયમાં પ્રેરક વક્તા કેતનભાઈ ગોસ્વામીએ શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે શાળાની ભૂમિકા સંદર્ભે વાત કરી.
કુંભણના પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને લેખનશૈલી સાથેનું પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું.
માજી ધારાસભ્ય અને સહકારી અગ્રણી નાનુભાઈ વાઘાણીએ દલસુખભાઈ ગોધાણીના તત્કાલીન સ્મરણોની વાત કરી. તેઓએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારી અંધશ્રધ્ધામાં ન રહેવા શીખ આપી.
સંસ્થાના અગ્રણી ભીમજીભાઈ જસાણીએ પ્રાસંગિક વાત કરી.
આગળ અભ્યાસ માટે વિદાય લેતાં વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને સંસ્થાની લાગણી અંગે સુંદર વાતો કરી.
પ્રારંભે ચંદ્રકાંતભાઈ વંકાણીએ સ્વાગત ઉદ્બોધન કરેલ. સમાપન આભાર ભાવ નાનુભાઈ ડાખરાએ વ્યક્ત કરેલ. સંચાલનમાં રોહિતભાઈ બારૈયા રહ્યાં હતાં.
આ પ્રસંગે અગ્રણીઓ જેરામભાઈ પટેલ, જીવરાજભાઈ ગોધાણી, પત્રકાર મૂકેશ પંડિત અને કાર્યકર્તા શુભેચ્છકો સાથે સંસ્થાના પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel