શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિવિધ આયોજનો થયાં છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞો સહિત ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજાનાર છે.
ગોહિલવાડના ગૌરવરૂપ શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવક પરિવાર દ્વારા સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે અહીંયા સોમનાથ મહાદેવ સમીપે ભૂદેવો અને ભાવિક યજમાનો દ્વારા યજ્ઞ અને ધાર્મિક સામાજિક એમ વિવિધ ઉપક્રમો યોજાશે. આ મુજબ ગણેશ યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ, નવચંડી યજ્ઞ, ભૈરવ યજ્ઞ, મહારુદ્ર યજ્ઞ સાથે મહારુદ્ર અભિષેક આયોજનો થયાં છે. અહીંયા યજ્ઞ પ્રારંભ શ્રાવણ સુદ ૧ ગુરુવાર તા.૧૩ સવારે થશે જ્યારે પૂર્ણાહુતિ શ્રાવણ વદ અમાવસ્યા શુક્રવાર તા.૧૧ સાંજે થશે.
પવિત્ર શ્રાવણ માસ ઉજવણી દરમિયાન વૃક્ષ છોડ અર્પણ વિધિ, સત્સંગ, પ્રસાદ તેમજ સંતો મહંતો અને ધર્માચાર્યોનો લાભ મળશે. સામાજિક અગ્રણીઓ સાથે યોજાનાર આ વિવિધ આયોજનો કાર્યક્રમો માટે આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel