વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધાતુથી બનેલી આ દિવ્ય પ્રતિમા દેશના પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતાર દ્વારા રચાઈ છે – એ જ રામ સુતાર જેમણે સરદાર પટેલની ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ડિઝાઇન કરી હતી. આ ઐતિહાસિક ક્ષણે હાજર રહી PM મોદીએ પ્રતિમાનું અનાવરણ કરતા પહેલા મંદિરના દર્શન કરી પૂજા-અર્ચના પણ કરી હતી.
#WATCH | Goa | Prime Minister Narendra Modi offered prayers at Shree Samsthan Gokarn Partagali Jeevottam Math. The Prime Minister is visiting the math on the occasion of ‘Sardha Panchashatamanotsava’, the 550th-year celebration of the Math
The Prime Minister also unveiled a… pic.twitter.com/c3MQnfVZJV
— ANI (@ANI) November 28, 2025
આ મઠ ભારતના સૌથી પ્રાચીન અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ મઠોમાંનું એક છે, જે સારસ્વત સમાજમાં વિશેષ સ્થાન ધરાવે છે. આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે આ મઠે સદીથી મહત્ત્વનું યોગદાન આપ્યું છે. અનાવરણ બાદના સંબોધનમાં PM મોદીએ જણાવ્યું કે શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠે છેલ્લા 550 વર્ષોમાં અનેક ઐતિહાસિક પરિવર્તનો, પડકારો અને વાવાઝોડાઓનો સામનો કર્યો છે, પરંતુ પોતાની દિશા કદી ગુમાવી નથી. બદલાતા યુગમાં પણ આ મઠ સમાજને દિશા અને પ્રેરણા આપતું કેન્દ્ર રહ્યું છે અને આ જ તેની સૌથી મોટી ઓળખ છે.
#WATCH | Goa | Prime Minister Narendra Modi unveiled a 77-foot statue of Lord Ram made up of bronze at Shree Samsthan Gokarn Partagali Jeevottam Math.
The Prime Minister is visiting the math on the occasion of ‘Sardha Panchashatamanotsava’, the 550th-year celebration of the… pic.twitter.com/LgSQEvASbc
— ANI (@ANI) November 28, 2025
PM મોદીએ વધુમાં કહ્યું કે આજે રામાયણ આધારિત થીમ પાર્કનું પણ લોકાર્પણ થયું, જે ભાવિ પેઢીઓ માટે પ્રેરણા, સાધના અને ધાર્મિક ચિંતનનું કેન્દ્ર બનશે. તેમણે ગોવાની વિશેષતા ગૌરવપૂર્વક ઉજાગર કરતાં જણાવ્યું કે ગોવાના મંદિરો અને પરંપરાઓ પર જેટલા પણ સંકટો આવ્યા હોય, સ્થાનિક સમાજનો આત્મા કદી નબળો નથી પડ્યો. ગોવાના લોકોને પોતાની મૂળ સંસ્કૃતિને ટકાવી રાખતા જ નહિ પરંતુ સમય સાથે તેને પુનર્જીવિત કરવાની કળા પણ આવડે છે. આ સંસ્કૃતિના પુનર્જીવનમાં મઠ જેવી સંસ્થાઓનું વિશેષ યોગદાન રહ્યું છે.
#WATCH | Canacona, South Goa | Addressing the 550th-year celebration of the Shree Samsthan Gokarn Partagali Jeevottam Math, PM Modi says, "… Here, a 77-foot-tall glass idol of Lord Ram was installed. Three days ago, I had the fortune of hoisting the Dharma Dhwaj atop the Ram… pic.twitter.com/SX18ado0u6
— ANI (@ANI) November 28, 2025
દેશવ્યાપી ધાર્મિક અને સાંસ્કૃતિક પુનર્જાગૃતિનો ઉલ્લેખ કરતાં PM મોદીએ અયોધ્યાના રામ મંદિરનો પુનઃજાગરણ, કાશીના વિશ્વનાથ ધામનો ભવ્ય પુનરોદ્ધાર અને ઉજ્જૈનના મહાકાલ મહાલોકના વિસ્તરણને ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રચેતનાનું પ્રતીક ગણાવ્યું.
#WATCH | Canacona, South Goa | Addressing the 550th-year celebration of the Shree Samsthan Gokarn Partagali Jeevottam Math, PM Modi says, "…There were times when Goa's temples and traditional traditions faced challenges, and when language and cultural identity came under… pic.twitter.com/hre0kG1EQi
— ANI (@ANI) November 28, 2025
ગૌરવની વાત છે કે શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમાજનો પ્રથમ વૈષ્ણવ મઠ ગણાય છે. 13મી સદીમાં જગદગુરુ માધવાચાર્યે આ મઠની સ્થાપના કરી હતી, અને ત્યારથી આ મઠ સદીઓથી ભારતીય આધ્યાત્મિક પરંપરાનો જીવંત દીપસ્તંભ બની પણ તેજપૂર્વક પ્રગટ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel