ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં મેઘાણી ગાનની મોજ યોજાયેલ. મોરારિબાપુના સાનિધ્ય સાથે કલાકારોએ રસલ્હાણ કરી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિ પ્રસંગે પૂર્વસંધ્યાએ એટલે રવિવારે સાંજે બગસરામાં ગાયક કલાકારો દ્વારા મેઘાણી ગાનની મોજ યોજાયેલ. અહીંયા મોરારિબાપુના સાનિધ્ય સાથે ગાયક કલાકારોએ સૌને રસલ્હાણ કરી હતી.
ઝવેરચંદ મેઘાણીના પૈતૃક ગામ બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ મેઘાણી’ લાભ મળી રહ્યો છે, જેમાં રવિવારે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલ અને સંપાદિત થયેલ રચનાઓનું ગાન જાણીતા લોક સાહિત્ય ગાયક કલાકારો અભેસિંહ રાઠોડ, ભારતીબેન વ્યાસ અને રાધાબેન વ્યાસ દ્વારા સંગીત વૃંદના સથવારે કરવામાં આવેલ. આ ઉપક્રમમાં ગીત, લોકગીત અને ભજન પ્રસ્તુતિથી શ્રોતા રસિકો ઝૂમી ઊઠ્યાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel