ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમ નડિયાદના સંતરામ મંદિર પરિસરમાં આવેલ તેમની પ્રતિમા ખાતે યોજાયો.
કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમના ગુજરાત માટેના યોગદાનને યાદ કર્યું હતું.
આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, શહેર સંગઠન પ્રમુખ વિરાગ શાહ તેમજ ભાજપ સંગઠન પરિવારના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઉપસ્થિત જનમેદનીએ “ઇન્દુચાચા અમર રહો”ના નારા લગાવી દેશભક્તિ અને ગૌરવનો માહોલ સર્જ્યો હતો.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાગુજરાત આંદોલનના યોદ્ધાઓના યોગદાનને સ્મરી સૌએ ગુજરાતના વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel