ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં બજરંગદાસબાપુના ધામમાં ‘બાપા સિતારામ’ ભાવનાદ ગુંજ્યો અને આ સાથે ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે.
ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સાથે ગોહિલવાડનાં સંત બજરંગદાસબાપુના ધામમાં ગુરુ આશ્રમ પરિવાર અને ભાવિક કાર્યકર્તાઓના સંકલન સાથે ગુરુપૂર્ણિમા ઉજવાઈ છે.
ગોહિલવાડના આસ્થાસ્થાન બગદાણામાં ‘બાપા સિતારામ’ ભાવ નાદ ગુંજ્યો અને આ સાથે ભાવિક યાત્રિકો દૂર સુદુરથી પહોંચ્યા તથા દર્શન પ્રસાદ લાભ લઈ ધન્યતા અનુભવતાં રહ્યાં.
ગુરુપૂનમ પ્રસંગે આશ્રમ પરિવાર સાથે આસપાસના ગામો, સ્વયંસેવકો અને વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થી યાત્રિકોની સુગમતા માટે પ્રશસ્ય આયોજન રહ્યું.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel