વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે દિવસ અત્યંત વ્યસ્ત અને બહુઆયામી કાર્યક્રમોથી ભરેલો રહ્યો. ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરથી લઈને નવી દિલ્હી સુધીના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે. દિવસની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ અને દિવસનો અંત દિલ્હીમાં યોજાનારા યુવા સંવાદ સાથે થશે. વડાપ્રધાનના આજના કાર્યક્રમોમાં સાંસ્કૃતિક, રાજદ્વારી અને યુવા કેન્દ્રિત પ્રવૃત્તિઓનો સુંદર સંયોગ જોવા મળશે.
#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz fly a kite at the International Kite Festival 2026 at Sabarmati Riverfront.
(Source: DD News) pic.twitter.com/P7emVdTHv1
— ANI (@ANI) January 12, 2026
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બંને નેતાઓએ આશ્રમની મુલાકાત લીધી. આ દરમિયાન જર્મન ચાન્સેલરે મુલાકાતી તરીકે સાબરમતી આશ્રમના વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો. ગાંધીજીના જીવન અને વિચારો અંગે બંને નેતાઓએ થોડી ચર્ચા પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
#WATCH | Ahmedabad, Gujarat | PM Narendra Modi welcomes German Chancellor Friedrich Merz to Sabarmati Ashram as they pay tributes to Mahatma Gandhi.
Source: DD pic.twitter.com/0otZfoEh5m
— ANI (@ANI) January 12, 2026
સાબરમતી આશ્રમની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા, જ્યાં ભવ્ય ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશમાંથી 50 દેશોના 135 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાથે જ દેશના 13 રાજ્યો તથા ગુજરાતના 16 જિલ્લાઓમાંથી કુલ 871 પતંગરસીયાઓ ઉત્સાહભેર હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરની હાજરીને કારણે ઉત્સવનું મહત્વ વધુ વધ્યું છે.
#WATCH | Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz arrive at Sabarmati riverfront to participate in the International Kite Festival 2026.
(Source: DD News) pic.twitter.com/bkOMLQqtRG
— ANI (@ANI) January 12, 2026
કાઈટ ફેસ્ટિવલને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક જાતે સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તાર પર CCTV, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર માટે રવાના થયા, જ્યાં સવારે 11:15 વાગ્યે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે જર્મનીના ફેડરલ ચાન્સેલર સાથે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. આ બેઠકને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં વેપાર, ટેક્નોલોજી, પર્યાવરણ, રક્ષણ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz attend International Kite Festival 2026 at Sabarmati Riverfront.
(Source: DD News) pic.twitter.com/fRTQ6cLwQj
— ANI (@ANI) January 12, 2026
ગુજરાતના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી નવી દિલ્હી માટે પ્રસ્થાન કરશે. સાંજે 4:30 વાગ્યે તેઓ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026’માં ભાગ લેશે, જ્યાં તેઓ દેશભરના યુવાનો સાથે સંવાદ કરશે અને વિકસિત ભારતના વિઝન અંગે માર્ગદર્શન આપશે.
આ રીતે, 12 જાન્યુઆરીનો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સાંસ્કૃતિક ઉત્સવ, આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંવાદ અને યુવા શક્તિ સાથેના સંવાદથી ભરપૂર રહ્યો છે, જે ભારતની વૈશ્વિક છબી અને ભવિષ્યના વિઝનને મજબૂત બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel