આસામમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવાતો શહીદ દિવસ અથવા સ્વહીદ દિવસ રાજ્યના ઈતિહાસના સૌથી મોટા અને પ્રભાવશાળી જનઆંદોલન – આસામ આંદોલન દરમિયાન બલિદાન થયેલા હુતાત્માઓને યાદ કરવાનો દિવસ છે. આ દિવસ અન્ય રાષ્ટ્રીય શહીદ દિવસોથી અલગ છે કારણ કે તેનો સીધો સંબંધ આસામની સાંસ્કૃતિક અને ભાષાકીય અસ્મિતા, જમીન અને લોકસંખ્યાને બચાવવા કરાયેલા સંઘર્ષ સાથે જોડાયેલો છે.
It is an honour of a lifetime to dedicate the Swahid Smarak Kshetra in memory of our bravehearts who fought for the pride of Aai Asomi.
Every moment, every action, every step is dedicated to uphold the honour of Assam and the sacrifices of our bravehearts. pic.twitter.com/LzRkb62Emw
— Himanta Biswa Sarma (@himantabiswa) December 10, 2025
લગભગ 855-860 યુવાનો અને નાગરિકોએ બાંગ્લાદેશમાંથી થઇ રહેલી ગેરકાયદેસર ઘૂસણખોરી વિરુદ્ધ અને આસામી અસ્તિત્વની રક્ષાને લઈને રણમેદાનમાં પોતાનું જીવન અર્પણ કર્યું હતું. આ હુતાત્માઓમાંથી પ્રથમ ખર્ગેશ્વર તાલુકદાર હતા, જેમની 10 ડિસેમ્બર, 1979ના રોજ થયેલી હત્યા બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું, તેથી જ આ તારીખને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
Today, on Swahid Diwas, we recall the valour of all those who were a part of the Assam Movement. The Movement will always have a prime place in our history. We reiterate our commitment to fulfilling the dreams of those who participated in the Assam Movement, notably the…
— Narendra Modi (@narendramodi) December 10, 2025
આ દિવસે PM નરેન્દ્ર મોદીએ અને ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા આંદોલનના બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી. આસામના CM હિમંત બિસ્વા સરમાએ પણ શહીદોને સ્મરણ કરતાં ગુવાહાટી ખાતે બનાવાયેલા ભવ્ય સ્વહીદ સ્મારક ક્ષેત્રનું લોકાર્પણ કર્યું. તેમણે જણાવ્યું કે આસામના ગૌરવ અને અસ્મિતાને બચાવવા માટે શહીદ થયેલા યુવાનોનું બલિદાન રાજ્ય માટે સદા પ્રેરણાસ્ત્રોત છે.
On Swahid Diwas, remembering the sacrifices made by the people of Assam during the Assam Movement. They faced the odds and shaped the history of Assam, creating a peerless example of patriotism. The NDA government led by Modi Ji is ensuring that their aspirations are fulfilled…
— Amit Shah (@AmitShah) December 10, 2025
આસામ આંદોલન: મૂળ કારણ અને સંઘર્ષ
1970ના દાયકામાં બાંગ્લાદેશમાંથી વધતી ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે આસામના લોકોએ પોતાની ભાષા, સંસ્કૃતિ અને જમીન ગુમાવવાનો ગંભીર ભય અનુભવ્યો હતો. આ ભયને કારણે AASU (All Assam Students’ Union) અને AAGSP ના નેતૃત્વ હેઠળ એક વિશાળ, લાંબો અને ઐતિહાસિક આંદોલન શરૂ થયો. આંદોલનની મુખ્ય માંગ હતી કે:
- ગેરકાયદેસર ઘૂસણખોરોની ઓળખ થાય
- તેમની મતાધિકારથી વંચિતતા
- અને આસામમાંથી દેશનિકાલ કરવામાં આવે
ભાવના અને ઉશ્કેરાટ વચ્ચે આંદોલન મોટાભાગે અહિંસક હોવા છતાં, કેટલાક સ્થળોએ હિંસક ઘટના, ગોળીબાર, પોલીસ કાર્યવાહી અને જાનહાનિ થઈ. રાજ્યની તત્કાલીન કોંગ્રેસ સરકારે આંદોલનને દમાવવા CRPF અને પોલીસ મોકલી, જેના કારણે હિંસા વધી અને ઘણા નિર્દોષો શહીદ બન્યા. 1983ની ચૂંટણીનો આંદોલનકારીઓએ બહિષ્કાર કર્યો અને ત્યાર બાદ થયેલું નેલ્લી હત્યાકાંડ આ સંઘર્ષનો સૌથી દુઃખદ પ્રસંગ ગણાય છે.
Wrote on the lasting legacy of the Assam Movement on the sacred occasion of #SwahidDiwas.
Do read pic.twitter.com/tBvSJ9dZCJ
— Sarbananda Sonowal (@sarbanandsonwal) December 10, 2025
આસામ કરાર (1985)
6 વર્ષ ચાલેલા આંદોલન પછી, 15 ઑગસ્ટ 1985ના રોજ રાજીવ ગાંધી સરકાર અને આંદોલનના નેતાઓ વચ્ચે આસામ કરાર પર હસ્તાક્ષર થયા. તેમાં ત્રણ મહત્વપૂર્ણ તારીખો નક્કી થઈ:
- 1 જાન્યુઆરી 1966 પહેલાં આવેલા તમામ લોકો કાયદેસર નાગરિક
- 1966–1971 વચ્ચે આવેલા લોકોને 10 વર્ષ માટે મતાધિકારથી વંચિત રાખીને પછી નાગરિકતા
- 24 માર્ચ 1971 પછી આવેલા તમામ વ્યક્તિઓ ગેરકાયદેસર
આ કરારે આસામી સમુદાયની સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ માટે બંધારણીય સુરક્ષા આપવા વચન પણ આપ્યું, જેને કલમ 6 તરીકે ઓળખવામાં આવે છે.
Guwahati, Assam: CM Himanta Biswa Sarma says, "During the Assam agitation, 860 young youths and citizens of Assam were killed by the brutal forces… As we know, at that time, Congress ruled Assam, and during that period, 860 young youths were martyred merely for demanding a safe… pic.twitter.com/cj1hM4zV34
— IANS (@ians_india) December 9, 2025
સ્વહીદ સ્મારક ક્ષેત્ર: બલિદાનનું જીવંત પ્રતિક
ગુવાહાટીના બોરાગાંવમાં બનાવાયેલ સ્વહીદ સ્મારક ક્ષેત્ર આસામ આંદોલનના શહીદોને સમર્પિત એક વિશાળ સ્મારક છે, જે લગભગ 100 વીઘા જમીન પર બનાવવામાં આવ્યું છે અને તેની કિંમત લગભગ ₹100 કરોડ છે.
સ્મારકની મુખ્ય વિશેષતાઓ:
- હોલ ઑફ ફેમ – દરેક શહીદની વાર્તા, તસવીરો અને મૂર્તિઓ
- 225 ફૂટ ઊંચો ટાવર – આંદોલનની તીવ્રતા અને ઊંચાઈનું પ્રતિક
- 500-સીટ ઑડિટોરિયમ
- ડિજિટલ લાઇબ્રેરી, મેડિટેશન હોલ
- 117 વીઘામાં ફેલાયેલ સાયકલ ટ્રેક અને બોટિંગ ઝોન
આ સ્મારક માત્ર ભૂતકાળની યાદોમાં નહીં, પરંતુ ભાવિ પેઢીઓને આસામ આંદોલનનો સાચો ઈતિહાસ પહોંચાડવાનું “જીવંત શૈક્ષણિક કેન્દ્ર” બની રહ્યું છે.
સ્વહીદ દિવસ આસામની આત્મા, સંસ્કૃતિ અને અસ્મિતાને બચાવવા કરાયેલા અવિસ્મરણીય બલિદાનોનું ગૌરવગાન છે—જે આજે પણ આસામની ઓળખને મજબૂત બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel