બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે જાખોલ અને ચેકરા ગામની સીમમાં અંદાજે 100 એકર જમીન પર ભારત સરકારના UDAN Scheme હેઠળ નવા એરપોર્ટના નિર્માણની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
આ એરપોર્ટ બનવાથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિકાસને મોટો વેગ મળશે. વડાપ્રધાનએ જણાવ્યું કે આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિલોમીટર દૂર છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ ગુજરાતના વિકાસ માટેની ફાઇલો અટકાવી રાખી હતી, જેને હવે આગળ વધારવામાં આવી રહી છે.
Speaking at the launch of various initiatives in Vav-Tharad, Gujarat. These will improve connectivity and support socio-economic development of the region. https://t.co/f6dCMtRh2i
— Narendra Modi (@narendramodi) March 31, 2026
સુરક્ષા અને વિકાસ બંને માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
જાખોલ-ચેકરા ખાતે બનનાર એરપોર્ટ માત્ર નાગરિક સુવિધા પૂરતી જ સીમિત નહીં રહે, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા દૃષ્ટિએ પણ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. એરબેઝના વિકાસથી આ વિસ્તારમાં વેપાર, પ્રવાસન અને રોજગારીના નવા અવસર ઉભા થશે.
કોંગ્રેસ પર પ્રહાર
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે વિપક્ષ દેશના વિકાસ કરતા રાજકીય લાભ મેળવવામાં વધુ રસ રાખે છે. તેમણે કહ્યું કે દેશને એકતા અને સહકારની જરૂર છે, પરંતુ વિપક્ષ ભય અને અફવાઓ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાણ
વડાપ્રધાને પોતાના ભાષણમાં બનાસકાંઠાના લોકોના સ્નેહને યાદ કરતાં જણાવ્યું કે અહીંના ‘બાજરીના રોટલા અને લસણની ચટણી’નો સ્વાદ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે જૂના કાર્યકરો સાથેના પોતાના સંબંધોને પણ યાદ કર્યા.
ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં આગળ
ગુજરાતને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વના કેન્દ્ર તરીકે વિકસાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. Khavda Solar Park દ્વારા અંદાજે 4 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
વડાપ્રધાને જણાવ્યું કે ‘શહેરી વિકાસ વર્ષ’ દરમિયાન ગુજરાતના વિકાસ માટેનું બજેટ ₹650 કરોડથી વધીને આજે ₹33 હજાર કરોડથી વધુ થઈ ગયું છે, જે રાજ્યના ઝડપી વિકાસનું પ્રતિબિંબ છે.
વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત મજબૂત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને લઈને વડાપ્રધાને જણાવ્યું કે વિશ્વભરમાં ઇંધણની અછત અને મોંઘવારી વધી રહી છે, છતાં ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. મજબૂત વિદેશ નીતિના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો અને મોંઘવારી નિયંત્રિત રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel