સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડે નોંધાયેલ નથી, તેમ છતા છેલ્લા કેટલાક સમયથી અમારા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તેમજ ડુમખલ ગામે અને વાલોડ તાલુકાના તમામ ગામના આદિવાસી સમાજને ધર્મપરિવર્તન તથા ધર્માતરણનો સૌથી મોટું ષડયંત્ર પીરસાઇ રહ્યું છે.
વાલોડ તાલુકામાં તથા ડુમખલ ગામે ચાર રસ્તા પાસે ૧૦મો શાંતી મહોત્સવ તાત્કાલીક બંધ થવો જોઇએ. આદિવાસી વિસ્તારમાં કાયદાનો ભંગ બિન અધિકૃત રીતે ધર્મ પરીવર્તન કરાવવા માટે જે ખ્રિસ્તી ધર્મની કેટલીક મંડળીઓ દ્વારા સેમીનાર વિવિધ કાર્યક્રમો,સભા,મેળાઓ વારંવાર કરાવવામાં આવે છે, એ ખ્રિસ્તી લોકોના એકમાત્ર ઉદ્દેશ આદિવાસી સમાજ માંથી વધુમાં વધુ લોકોનું ધર્મપરિવર્તન કરવાનો હોય છે.
વાલોડ તાલુકો સંપુર્ણ આદિવાસી વિસ્તાર છે, ડુમખલ ગામમાં અને સમગ્ર વાલોડ તાલુકામાં ૯૦% આદિવાસીઓનો સમાજ છે, તો અનુસુચિ-૫ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના અલગ અલગ રાજ્યના પ્રચારકો વાલોડ તાલુકામાં અને તાપી જિલ્લામાં કેવી રીતે આવી શકે ? જે લોકો આદિવાસી ચર્ચમાં જાય છે એ લોકો વિરુદ્ધ અમોને કોઈ વાંધો નથી. એ લોકોને કાયદેસર ખ્રિસ્તી જાહેર કરવામાં આવે, જે ખ્રિસ્તી ધર્મના પ્રચારકો અલગ અલગ રાજ્યથી પ્રચાર કરવામાં આવતા હોય છે જેની તપાસ કરી ધરપકડ કરવામા આવે અને કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા આવે એવી તાત્કાલીક માંગ છે.
ડુમખલ ગામમાં ગ્રામ પંચાયતના ઠરાવ કે સરકારી ચોપડે એક પણ કાયદેસર રીતે ખ્રિસ્તી કે ચર્ચો નોંધાયેલા નથી તેમ છતા વાલોડ તાલુકામાં આવેલ ડુમખલ ગામે ચાર રસ્તા પાસે ૧૦મો શાંતી મહોત્સવ (બ્લેસીંગ ચર્ચ)માં જાહેર કાર્યક્રમો ગેરકાયદેસર રીતે તારીખ-૨૦,૨૧,૨૨,જાન્યુઆરી થવાનો છે, જે ખરેખર કાયદેસર ખ્રિસ્તી સરકારી ચોપડે ડુમખલ ગામમાં નોંધાયેલા છે. કે કેમ ?અને સરકારી ચોપડે કાયદેસર નોંધાયેલા તથા તેમના ખ્રિસ્તી સમુદાયના ડુમખલ ગામના લોકોના ડોક્યુમેન્ટમાં ખ્રિસ્તી લખાવેલ છે કે કેમ ? તપાસ કરી તમામની ધરપકડ કરવા આપ સાહેબને વાલોડ તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં ધ્યાને દોરવા તથા ડુમખલ ગામ તેમજ વાલોડ તાલુકાના તમામ ગામે ગામ તપાસ કરી અટકાવવામાં આવે એવી વિનંતી કરીએ છીએ.
અમે આદિવાસી અમારા પૂર્વજો આદિ અનાદિ કાળથી પરંપરા અમારા પૂર્વજોથી ચાલી આવતી રૂઢી પરંપરા મુજબ અમારા પૂર્વજોની પરંપરા અનુસરતા આવ્યા છીએ. જેને ભારત દેશના સંવિધાનમાં અનુચ્છેદ ૧૩-૩(ક) મુજબ સંરક્ષણ આપવામાં આવેલ છે.
આપ સાહેબને વિનંતી છે કે અમારા આદિવાસી વિસ્તારમાં અમે પૂર્વજોથી ચાલી આવેલ રૂઢી પરંપરા પ્રમાણે જે અમે પૂંજ મુકી પૂંજતા આવ્યા છે. અમારા આદિવાસી ગામોમાં ભલા-ભોળા આદિવાસીઓ સાથે લોભ/લાલચ/સામ/દામ/દંડ/ભેદની નીતિનો ઉપયોગ કરી અમારા આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા નો ગેર કાયદેસર પ્રયાસ કરે છે. જે એક ખુબજ ગંભીર બાબત છે. અને આ અધિનિયમની જોગવાય ૩,૪ અને પનું ઉલ્લંઘન સગીર કે આદિવાસી વ્યક્તિના સંદર્ભમાં થાય તો તેના માટે ૪ વર્ષની કેદની સજા અને ૧,૦૦,૦૦૦ (એક લાખ) દંડની જોગવાઈ છે. આથી ખ્રિસ્તી ધર્મના પાસ્ટર કે પ્રચારક સામે ધર્મ સ્વાતંત્ર્ય અધિ નિયમની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે.
જો આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી નહી થશે.તો સમગ્ર આદિવાસી સમાજ તથા દેવ બિરસા સેના ગુજરાતના આદિવાસી રૂઢી પરંપરા સંસ્કૃતીને બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉગ્ર આંદોલન કરશે. જેની સંપુર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે.
ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ એક ચચૉનો વિષય છે અને આદિવાસીઓને ધમૉન્તરીત કરી બહોળા પ્રમાણમાં ખ્રિસ્તી બનાવી દીધાંની ફરીયાદ થતી આવિ છે. શું આ ધર્માંતરણ વિષય પર સરકાર કોઈ વિશેષ કાર્યવાહી કરશે? આગામી દિવસોમાં એ જોવું રહ્યું.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel