જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા વસ્તીનું સંતુલન સુરક્ષિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ (“અશાંતધારો”) જૂનાગઢના અમુક ચોક્કસ વિસ્તારોમાં પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવ્યો છે.
કયા વિસ્તારોમાં લાગુ પડશે કાયદો
રાજ્યના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, જુનાગઢના મુખ્યત્વે જોશીપુરા અને ખામધ્રોળ વિસ્તારમાં આવેલી 19 સોસાયટીમાં આ કાયદો અમલમાં આવશે. આ સોસાયટીઓમાં હેમવન સોસાયટી, રાજમોતી સોસાયટી, પ્રેરણાધામ-1 અને પ્રેરણાધામ-2, કલાપીનગર, પૂનમ પાર્ક, સુદર્શન પાર્ક, શ્યામલ પાર્ક, કૃષ્ણપાર્ક, દ્વારકેશ નગર, ગોકુલધામ સોસાયટી, અર્જુન પાર્ક સોસાયટી, ખોડિયાર નગર, રિવર વિલા, સર્વોદય સોસાયટી, આદિત્યનગર, નંદનવન સોસાયટી, અમૃતકલા સોસાયટી અને ભગીરથ ડુપ્લેક્સનો સમાવેશ થાય છે.
આ કાયદાની જોગવાઈઓ 2031 સુધી અમલમાં રહેશે અને આ સોસાયટીઓની આસપાસના 500 મીટરના ત્રિજ્યામાં પણ વહીવટી નિયંત્રણ લાગુ થઈ શકે છે.
કાયદાની પૃષ્ઠભૂમિ
પાછલા 5-6 વર્ષ દરમિયાન આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા મિલકત ખરીદવા અથવા ભાડે લેવાની અનેક ફરિયાદો સામે આવી હતી. સ્થાનિક વાસીઓએ આને કારણે ધાર્મિક અને સામાજિક લાગણીઓ ઠેસ પહોંચવાનો અને ‘પ્રોપર્ટી જેહાદ’ જેવા આરોપ લાગવાનો આક્ષેપ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર દ્વારા વ્યાપક સરવે અને સ્થાનિક પરિસ્થિતિના આધારે રાજ્ય સરકારએ આ કાયદો અમલમાં લાવવા નિર્ણય લીધો છે. કાયદાનો મુખ્ય હેતુ અન્યાયી અને ભયજનક પ્રવૃત્તિઓને અટકાવવાનો અને સામાજિક શાંતિ જાળવવાનો છે.
સામાજિક પ્રતિસાદ
વિશ્વ હિંદુ પરિષદ (VHP), હિંદુ હિત રક્ષક સમિતિ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. VHPના સહમંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું, “આ પ્રથમ તબક્કો છે. ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક, મીરાનગર, દોલતપરા જેવા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ તાત્કાલિક અશાંતધારો લાગુ કરવો જોઈએ.”
સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ હિતેષ સંઘવીએ પણ આ કાયદો અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં અમલમાં ન હોવા પર નારાજગી વ્યક્ત કરી છે.
આ કાયદો જુનાગઢમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાના તથા સામાજિક અને ધર્મીય સંતુલન જાળવવાના પ્રયાસ તરીકે જોયાઈ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel