આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કાર્યક્રમને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામે-ગામે સંપર્ક અભિયાન, વધુમાં વધુ આદિવાસી સમાજના ભાઈ-બહેનોની હાજરી સુનિશ્ચિત કરવા તેમજ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુંશાબેન વસાવાજી, પાર્ટીના નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ પ્રદીમન વસાવાજી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ખાનસીંગભાઈ વસાવાજી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના માજી ચેરમેન ફતેસિંગભાઈ વસાવાજી સહિત તમામ બુથ પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત આગેવાનોએ એકમતથી સંકલ્પ વ્યક્ત કર્યો કે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને ઐતિહાસિક સફળતા અપાવી સમાજની એકતા અને વિકાસનો મજબૂત સંદેશ આપવામાં આવશે.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom