ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જોવા મળી, પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ રીતે અછતની અફવા ને ખોટી ઠેરવી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું, “સોશિયલ મીડિયામાં ઈંધણને લઈને અનેક ખોટી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ વાસ્તવમાં રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સ્ટોક અને પુરવઠા માટે રાજ્ય સરકારની પૂરતી તૈયારી છે અને પુરવઠો સતત જળવાઈ રહે તે માટે તંત્ર સતત નજર રાખી રહ્યું છે.”
તેમણે નાગરિકોને અપીલ કરી કે કોઈ પણ પ્રકારે પેનિક (ગભરાટ) થવાની જરૂર નથી અને બિનજરૂરી રીતે પંપો પર ભીડ ન કરવી. હર્ષ સંઘવીએ વધુમાં કડક ચેતવણી આપી કે, “જે લોકો ખોટી માહિતી ફેલાવીને જનતામાં ભય પેદા કરશે અથવા આ પરિસ્થિતિનો લાભ લઈને કાળાબજારી કરવાનો પ્રયાસ કરશે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
રાજ્ય સરકારે ખાતરી આપી છે કે, જો સપ્લાય ચેઈનમાં ક્યાંય ખામી જણાય, તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. કાળાબજારીઓ સામે કડક પગલાં ભરવા માટે તંત્રને સૂચના પણ આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel