પાટણ શહેરમાં બે દિવસ પહેલા વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી. સતત વરસાદ દરમિયાન રસ્તામાં આવેલા ખાડામાં સાઇકલ પડી જતા નરેન્દ્રભાઈ પંચાલનું દુર્ઘટનામાં બ્રેઇન હેમરેજ થવાથી ઘટના સ્થળે જ દુખદ અવસાન થયું હતું. મૃતક નરેન્દ્રભાઈ દૂધ વિતરણના વ્યવસાયથી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા.
આ દુઃખદ પ્રસંગે પાટણના ડેર ગામના ભાજપના આગેવાન નેતા મંગાજી ઠાકોર રવિવારે સતત વરસાદ વચ્ચે મૃતકના ઘેર પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને મળી ને સાંત્વના આપી હતી. જ્યારે તેમણે મૃતકનું જર્જરીત મકાન જોયું, ત્યારે વરસાદમાં ભીંજાતા મકાન ભસાઈ પડવાની સ્થિતિ જોઈ અને તાત્કાલિક રીતે રૂ. ૧૧,૦૦૦ની સહાય પૂરી પાડી હતી.
મંગાજી ઠાકોરે પરિવારને આશ્વાસન આપ્યું કે વરસાદ પછી મકાનનું સ્લેબ ભરી આપવાની જવાબદારી પણ તેઓ ઉઠાવશે. તેઓએ મૃતકના પુત્રને મળીને કહ્યું હતું કે, “અમે તમારા પરિવારના છીએ, તમારું દુઃખ અમારું છે. જો કોઈ જરૂરિયાત હોય, તો નિઃસંકોચ સંભાળશું.”
આ ઘટના વધુ એક વખત મનવે છે કે માણસાઈ આજે પણ જીવિત છે, અને સમાજમાં આવા નેતાઓ છે જેમણે માત્ર રાજકારણ નહીં, પરંતુ માનવતાના દ્રષ્ટિકોણથી પણ કાર્ય કરવું જરૂરી માન્યું છે.