નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે જગ્યા પર ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું છે.
આશરે 15 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામા હતી. જોકે, અમદાવાદ ખાતે રહેતા મકાન માલિક દ્વારા કોર્પોરેશનને નોટિસનો કોઈ જવાબ આપવામાં આવેલ નહીં.
નોંધનીય છે કે, ગુન્હાની તપાસના કામે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ તેમજ સાહેદોના નિવેદનો મેળવવામાં આવેલ છે. આરોપી જે સંસ્થા/ટ્રસ્ટના પ્રમુખ તરીકે છે તે રિસ્ટરોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટની પણ સંડોવણી જણાઇ આવેલ છે. આરોપીઓ દ્રારા ધાર્મિક વિધી કરી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને પણ ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવતા હોવાની અને તે બાબતે કોઇ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરવામાં આવતી ન હોવાની વિગતો તપાસ દરમ્યાન જણાયેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel