કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા યોજાતાં નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે આંખના સેંકડો દર્દીઓને લાભ મળી રહ્યો છે. આજ સુધીમાં મોતીયો તથા વેલના હજારો દર્દીઓની શસ્ત્રક્રિયા થયેલી છે.
પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા ૧૮૨મો નેત્રયજ્ઞ યોજાયો. અહીંયા દરેક આયોજનમાં આંખોનાં સેંકડો દર્દીઓને વિનામૂલ્યે નિદાન સારવારનો લાભ મળી રહ્યો છે.
અહીંયા યોજાયેલ શિબિરના આયોજનમાં રહેલ સંસ્થાના વડા ગિરીશભાઈ ગોધાણીએ જણાવ્યા મુજબ કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા આ શિબિરોમાં આજ સુધીમાં મોતીયોના ૨૪ હજાર જેટલાં અને વેલના ૫ હજાર જેટલાં દર્દીઓને લાભ મળ્યો છે.
આમ, અહીંયા નિયમિત યોજાતાં નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા આજ સુધીમાં આસપાસના પંથકનાં આંખ બીમારીનાં ખાસ કરીને મોતીયો તથા વેલના હજારો દર્દીઓની શસ્ત્રક્રિયા થયેલી છે.
આ શિબિરમાં સેંકડો દર્દીઓને વિનામૂલ્યે નિદાન સાથે સારવાર લાભ મળી રહ્યો છે. આ સાથે જ આ શિબિર દરમિયાન વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે.
અહીંયા યોજાયેલ આ નેત્રયજ્ઞ પ્રસંગે દર્દીઓનાં પરિવારજન ઉપરાંત સંસ્થાના કાર્યકર્તાઓ અને આ વિસ્તારના સામાજિક અગ્રણીઓ પણ જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel