સમાજમાં સમરસતા, એકતા અને પરસ્પર સૌહાર્દની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટે અભિયાનના ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સમરસ અને સશક્ત સમાજના નિર્માણ માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે. સમાજના તમામ વર્ગોને સાથે રાખીને ભેદભાવમુક્ત, સુમેળસભર અને સંગઠિત સમાજનું નિર્માણ કરવું એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે.
તેમણે યુવાનો, મહિલાઓ અને સમાજના દરેક વર્ગને ‘સમરસતા સંકલ્પ અભિયાન’માં જોડાઈ સમરસતાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. સાથે જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સૌને સક્રિય સહભાગી બનવા જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ સમરસતા, એકતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ સમાજમાં પરસ્પર સહયોગ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ લીધો હતો.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel