ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની મુલાકાત લઈ શક્યા નહીં. બે વખત પ્રયાસ કરવા છતાં ભારે ધુમ્મસના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું, જેના પગલે પીએમ મોદીને કોલકાતા એરપોર્ટ પરથી જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાવું પડ્યું. આ અંગે તેમણે જનતાને સંબોધતા માફી પણ માંગી હતી.
Nadia, West Bengal | Prime Minister Narendra Modi says, "She (West Bengal CM Mamata Banerjee) is trying to protect the infiltrators who are hell-bent on taking over West Bengal. The TMC is opposing the SIR in West Bengal to save the infiltrators…"
(file pic) pic.twitter.com/7mzDIqOBYG
— ANI (@ANI) December 20, 2025
તાહિરપુર રેલીને ફોન દ્વારા સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેઓ જાતે હાજર રહી શક્યા નહીં તે બદલ તેઓ દિલથી ક્ષમા માંગે છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારના પ્રયાસો એ સુનિશ્ચિત કરવા માટે છે કે બંગાળના દૂરદરાજ અને પછાત વિસ્તારોને આધુનિક કનેક્ટિવિટી અને વિકાસની સુવિધાઓ મળી રહે. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી ભાજપનો ગમે તેટલો વિરોધ કરે, પરંતુ બંગાળની પ્રગતિ અટકવી ન જોઈએ.
Nadia, West Bengal | Prime Minister Narendra Modi says, "Today the country wants rapid development. Bihar once again gave the NDA government a massive mandate for development…Bihar has also paved the way for the BJP's victory in Bengal. Bihar has rejected the rule of the… pic.twitter.com/DdBZ0BHR4m
— ANI (@ANI) December 20, 2025
આ દરમિયાન તેમણે મમતા બેનરજી સરકાર પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો કે રાજ્યમાં ઘૂસણખોરોને ટીએમસીનું સંરક્ષણ મળી રહ્યું છે અને તેમની ઓળખ છુપાવવા માટે એસઆઈઆરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ દાવો કર્યો કે બિહાર ચૂંટણીના પરિણામોએ બંગાળમાં ભાજપની જીત માટે માર્ગ ખુલ્લો કર્યો છે.
Nadia, West Bengal | Prime Minister Narendra Modi says, "The TMC wants to oppose the BJP. Let them oppose us fiercely, repeatedly, with all their might. I cannot understand why the development of West Bengal is being obstructed. You may oppose Modi, but do not make the people of… pic.twitter.com/S401KL0547
— ANI (@ANI) December 20, 2025
બીજી તરફ, કોલકાતા એરપોર્ટ પર અધિકારીઓએ પીએમ મોદીને નાદિયા પહોંચાડવા માટે ખાસ બેઠક યોજી હતી અને હેલિકોપ્ટર લેન્ડ કરાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હવામાનના કારણે સફળતા મળી નહોતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આજે સવારે દિલ્હીથી કોલકાતા પહોંચ્યા હતા અને ત્યારબાદ નાદિયા જવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.
પીએમ મોદી નાદિયામાં રૂ. 3,200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જવાના હતા, જેનો હેતુ રાજ્યમાં રોડ કનેક્ટિવિટી મજબૂત કરવો અને આર્થિક વિકાસને ગતિ આપવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel