બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ યોજાનાર છે. આગામી માસે રામકથા ‘માનસ મેઘાણી’ ગાન થશે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન એટલે બગસરા, અહીંયા આગામી માસે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ આયોજન થઈ રહ્યું છે.
મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે રામકથા ‘માનસ મેઘાણી’ ગાન થશે, જેનો પ્રારંભ શનિવાર તા.૭-૩-૨૦૨૬ના થશે અને પૂર્ણાહુતિ રવિવાર તા.૧૫-૩-૨૦૨૬ના થશે.
નિમિત્તમાત્ર મનોરથી હર્ષાબા ગોહિલ (લાઠી – અમેરિકા) દ્વારા અને ક્થાપ્રેમી કાર્યકર્તાઓના સંકલન સાથે ‘ચિત્રકુટ ધામ’ બગસરામાં તૈયારીઓ થઈ રહી છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel