બિહારના રાજકારણમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. સમ્રાટ ચૌધરી ને Bharatiya Janata Party (ભાજપ) ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને હવે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. NDAની બેઠક બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
માહિતી મુજબ, 15 એપ્રિલે લોકભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#WATCH | Patna: Samrat Choudhary unanimously elected as the Leader of the BJP Legislative Party in Bihar. pic.twitter.com/Xd3reazFt4
— ANI (@ANI) April 14, 2026
આજે અગાઉ નીતિશ કુમાર એ પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ સમ્રાટ ચૌધરી અને વિજય ચૌધરી સાથે રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
રાજીનામા બાદ નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે નવી સરકાર હવે રાજ્યનું કામ સંભાળશે અને તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે બિહાર વિકાસના માર્ગ પર આગળ વધતું રહેશે.
#WATCH | Patna: BJP's Central Observer for Bihar and Union Minister Shivraj Singh Chouhan, announces that Samrat Choudhary has been unanimously elected as the Leader of the BJP Legislative Party in Bihar. pic.twitter.com/mUFFIupMIV
— ANI (@ANI) April 14, 2026
આ દરમિયાન નીતિન નવીન સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા. બીજી તરફ, 13 એપ્રિલે સંજય ઝા, લલન સિંહ, જમા ખાન અને બિજેન્દ્ર યાદવ સહિતના નેતાઓએ પણ CM હાઉસમાં બેઠક કરી હતી.
વિરોધ પક્ષ તરફથી આ બદલાવ પર પ્રતિક્રિયા પણ આવી છે. Rashtriya Janata Dal (RJD) ના નેતા તેજસ્વી યાદવ એ નિવેદન આપ્યું હતું કે “JDU હવે સ્વતંત્ર પાર્ટી રહી નથી, પરંતુ ભાજપનો એક ભાગ બની ગઈ છે.” તેમણે નીતિશ કુમારને અપાયેલી વિદાયને દુઃખદ ગણાવી અને પાર્ટીના અંદરના પરિવર્તનો પર સવાલ ઉઠાવ્યા.
આ રાજકીય ફેરફાર બાદ બિહારની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા થવાની સંભાવના છે અને હવે તમામની નજર આવતીકાલે યોજાનારી શપથવિધિ પર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel