જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના શ્રીનગર-લેહ હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે અચાનક શ્રેણીબદ્ધ હિમસ્ખલન થતા અનેક વાહનો બરફના જાડા થર નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે.
પ્રાથમિક માહિતી મુજબ, બપોરના સમયે થયેલા આ અચાનક હિમસ્ખલનમાં આશરે એક ડઝન જેટલા વાહનો ફસાઈ ગયા હતા. ભારે બરફના ધસમસતા પ્રવાહે વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હોવાનું પુષ્ટિ થયું છે. ઉપરાંત 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
This is the exact moment a terrifying snow avalanche strikes near Zero Point at Zojila, trapping multiple vehicles instantly pic.twitter.com/0oCf4JXRTh
— Surajit (@surajit_ghosh2) March 27, 2026
દુર્ઘટનાની જાણ થતા જ લદ્દાખ પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા છે. લદ્દાખના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ કારગિલ જિલ્લાના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. હાલમાં Border Roads Organisation (BRO) અને ડિઝાસ્ટર રિલીફ ટીમો હાઈ એલર્ટ પર છે અને બરફમાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
આ ઘટના અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે જોજિલા પાસ પર થયેલી આ જાનહાનિ અત્યંત દુઃખદ છે અને કેન્દ્ર સરકાર ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
જોજિલા પાસ હિમપ્રદેશ વિસ્તારમાં આવેલો હોવાથી અહીં શિયાળામાં હિમસ્ખલનના બનાવો વારંવાર બનતા હોય છે. લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને જોડતો આ માર્ગ સૈન્ય અને લોજિસ્ટિક્સ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, જેના કારણે આવી ઘટનાઓ સુરક્ષા દ્રષ્ટિએ પણ ગંભીર ચિંતા ઉભી કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel