ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી બપોરે ૧૨ વાગ્યાથી અમલમાં આવેલ છે. આ માટે તાલુકા તથા જિલ્લા સ્તરે કાર્યરત તમામ આરોગ્ય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવેલ છે, જેના પરિણામે નાગરિકો માટે જન્મ-મૃત્યુની નોંધણી કરાવવી વધુ સરળ અને સુવિધાજનક બનશે. CRS પોર્ટલ મારફતે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો ઑનલાઇન ઉપલબ્ધ થશે.
નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા માટે સંબંધિત કર્મચારીઓને તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નોંધણી પ્રક્રિયામાં જરૂરી તમામ માર્ગદર્શિકાઓ નડિયાદ મહાનગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ (MOH) દ્વારા સમયાંતરે રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ જાહેર કરવામાં આવશે નાગરિકોને જન્મ-મરણના દાખલા મેળવવા માટે કોઈ મુશ્કેલી ન પડે. સ્થાનિક સ્તરે આરોગ્ય અધિકારીઓને CRS પોર્ટલના ઉપયોગ અંગે તાલીમ અપાઈ ચૂકી છે અને નાગરિકોને અપીલ છે કે તેઓ જન્મ અને મૃત્યુની નોંધણી માટે હવે CRS પોર્ટલનો જ ઉપયોગ કરે. નવી વ્યવસ્થા દ્વારા નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા, ઝડપ અને સુવિધા મળશે તેમજ તમામ નાગરિકોને ડિજિટલ સેવાઓનો લાભ મળશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel