ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર સંચાલિત તપોવન ગર્ભ સંસ્કાર માં ભક્તિ ભાવપૂર્વક “માં “ની આરાધના કરવામાં આવી, જે પ્રસંગે સંત નિર્ગુણદાસ મહારાજ, જાણીતા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી તેમજ તપોવન કમિટીના સભ્યોએ માતાજીની પૂજા – અર્ચના, આરતી કરી કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવતી ગર્ભવતી મહિલાઓએ માતાજીના ભક્તિ ભાવપૂર્વક ગરબા ની રમઝટ માણી હતી, જેને લઈ સમગ્ર ગર્ભ સંસ્કાર કેન્દ્ર જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જુની પુરાણી પરંપરા અનુસાર ગર્ભવતી મહિલાઓએ માની આરાધના કરી હતી, આ કાર્યક્રમમાં લગભગ 200 થી વધારે ગર્ભવતી મહિલાઓએ ગરબાની રમઝટ માણી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel