અમેરિકા અને ભારત વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અટકી જવા પાછળ હવે એક નવું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિકે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપતાં સંકેત આપ્યો છે કે ભારત પર લાદવામાં આવેલા ઊંચા અમેરિકી ટેરિફ પાછળ કોઈ ગંભીર વેપારિક વિવાદ નહીં પરંતુ તે સમયના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત નારાજગી અને ‘ઈગો ફેક્ટર’ મુખ્ય કારણ હતું. લુટનિકના કહેવા મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રમ્પને સીધો ફોન ન કરવો ટ્રમ્પે અપમાન તરીકે લીધો અને એ જ વેપાર કરાર અટકવાનું મોટું કારણ બન્યું.
લુટનિકે જણાવ્યું કે ટ્રમ્પ પોતાને એવા નેતા તરીકે માનતા હતા જે વ્યક્તિગત ફોન કોલ અને સીધી વાતચીત દ્વારા મોટા સોદા કરે છે. તેમની માનસિકતા એવી હતી કે સામેનો દેશ જો ખરેખર કરાર કરવા ઈચ્છે તો તેનો નેતા જાતે પહેલ કરે. અમેરિકાને આશા હતી કે ભારત સાથેનો વેપાર કરાર સૌથી પહેલો અને સરળતાથી પૂર્ણ થશે, પરંતુ જ્યારે વડા પ્રધાન મોદી તરફથી કોઈ સીધો કોલ ન આવ્યો ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધો. આ દરમિયાન અમેરિકાે ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ અને વિયેતનામ જેવા દેશો સાથે ઝડપથી વેપાર કરારો કરી લીધા અને તેમની શરતો નક્કી કરી દીધી.
#BREAKING: US Commerce Secretary Howard Lutnick says the India–US trade deal fell through because Prime Minister Modi did not call President Trump.
“I set the deal up. But Modi had to call President Trump. They were uncomfortable with it, so Modi didn’t call.” pic.twitter.com/5PpiGjVEF4
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 9, 2026
લુટનિકના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ભારત પર લાદવામાં આવેલા લગભગ 50 ટકા સુધીના ઊંચા ટેરિફ કોઈ નક્કર વેપારિક કારણો પરથી નહીં પરંતુ ટ્રમ્પની વ્યક્તિગત નારાજગીનું પરિણામ હતા. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે બ્રિટન સાથેનો વેપાર કરાર એ જ દિવસે ફાઇનલ થયો હતો, જયારે ત્યાંના વડા પ્રધાન કિયર સ્ટાર્મરે જાતે ટ્રમ્પને ફોન કર્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ માટે કૂટનીતિક પ્રક્રિયા કરતાં વ્યક્તિગત સંપર્ક વધુ મહત્વનો હતો.
લુટનિકે વધુમાં દાવો કર્યો કે ભારતે લગભગ ત્રણ અઠવાડિયા પછી ફરીથી વાતચીત શરૂ કરવાની ઈચ્છા દર્શાવી, પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. અમેરિકા અન્ય દેશો સાથે કરારો પૂર્ણ કરી ચૂક્યું હતું અને ભારત તે જ શરતોમાં ફેરફાર માગતું હતું, જે સ્વીકારવું અમેરિકાને શક્ય લાગ્યું નહીં. આ સમગ્ર ઘટનાક્રમથી એવું લાગી રહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર કરાર અટકવામાં નીતિ કરતાં વધુ વ્યક્તિગત અહંકાર અને રાજકીય મનોભાવ જવાબદાર રહ્યા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel