77મા પ્રજાસત્તાક દિવસે દેશ કર્તવ્ય પથ પર એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દ્રશ્યનો સાક્ષી બનશે, જેને જોવા માટે દેશ લાંબા સમયથી આતુર હતો. આ વર્ષે ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ‘સિંદૂર’ નામના વિશેષ ફોર્મેશનમાં પોતાના અદ્યતન ફાઇટર જેટ્સ સાથે ઉડાન ભરશે. આ ફોર્મેશનમાં રાફેલ, સુખોઈ-30 એમકેઆઈ, મિગ-29 અને જગુઆર જેવા શક્તિશાળી લડાકુ વિમાનો સામેલ રહેશે. ‘સિંદૂર’ ફોર્મેશનનો એક સ્કેચ પણ સામે આવ્યો છે, જેના માધ્યમથી દેશવાસીઓને એ સમજવાની તક મળશે કે કેવી રીતે ભારતીય લડાકુ વિમાનોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સક્રિય આતંકવાદી સંગઠનો સામે કરારુ જવાબ આપીને વિનાશની કહાની લખી હતી.
સમાચાર એજન્સી NAI અનુસાર, આ વખતની મુખ્ય પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય વાયુસેના (IAF)ના તે ફાઇટર જેટ્સ ‘સિંદૂર’ ફોર્મેશનમાં ઉડાન ભરશે, જેઓએ ઓપરેશન સિંદૂરમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ફોર્મેશનમાં રાફેલના બે, સુખોઈ-30ના બે, મિગ-29ના બે ફાઇટર જેટ્સ ઉપરાંત એક જગુઆર ફાઇટર એરક્રાફ્ટ સામેલ રહેશે. આ હવાઈ પ્રદર્શન માત્ર સૈન્ય શક્તિનું પ્રદર્શન નહીં પરંતુ આતંકવાદ સામે ભારતની દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.
Indian Air Force to fly the 'Sindoor' formation at the Republic Day parade, in which the fighter aircraft that took part in the Operation Sindoor would be flying. The formation would include two each of Rafales, Su-30s, and MiG-29s, along with a single Jaguar fighter. pic.twitter.com/rclyYyoiTw
— ANI (@ANI) January 22, 2026
ઓપરેશન સિંદૂરની શરૂઆત ભારતીય સશસ્ત્ર દળોએ 6 અને 7 મે, 2025ની રાત્રે કરી હતી. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર નિશાન સાધીને ચોક્કસ હુમલાઓ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તબક્કામાં જ 9 સ્થળોએ સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના મહત્વના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 7 અને 8 મેની રાત્રે પાકિસ્તાની સેના તરફથી ઉશ્કેરણી કરવામાં આવી, જેના જવાબમાં ભારતે 10 મે સુધી જવાબી કાર્યવાહી કરી, જેમાં પાકિસ્તાની સેના અને વાયુસેનાના અનેક ઠેકાણા સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઓપરેશન શરૂ કરવાની પાછળનું મુખ્ય કારણ 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામ વિસ્તારમાં આવેલી બૈસરન ઘાટીમાં થયેલો ભયાનક આતંકવાદી હુમલો હતો. આ હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી હત્યા કરી હતી. આ જઘન્ય ઘટનામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક રહેવાસી સહિત કુલ 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી નેતાઓ અને તેમના નેટવર્કને ખતમ કરવાનો કઠોર નિર્ણય લીધો હતો.
ઓપરેશન સિંદૂર હાલ સ્થગિત સ્થિતિમાં છે અને જરૂરીયાત પડ્યે તેને ફરી શરૂ કરવામાં આવી શકે છે. 10 મે, 2025ના રોજ પાકિસ્તાની સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) દ્વારા તેમના ભારતીય સમકક્ષને ફોન કરીને યુદ્ધવિરામની વિનંતી કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યવાહી રોકવામાં આવી હતી. હવે પ્રજાસત્તાક દિવસે ‘સિંદૂર’ ફોર્મેશનમાં ઉડાન ભરતા ફાઇટર જેટ્સ દેશને તેની સૈન્ય ક્ષમતા, દ્રઢ સંકલ્પ અને આતંકવાદ સામેના કડક વલણની યાદ અપાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel