નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના છાંટીયાવાડ સ્થિત લીમડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ મળી આવતા શહેરમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે, જેથી સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં હિન્દુ ધર્મ સેના પ્રમુખ રાજન ત્રિપાઠીએ સ્થાનિક વોર્ડના કાઉન્સિલરને ‘આ વિષય હિન્દુત્વ અને પોલીસનો છે, તમે વચ્ચે ના પડો’ કહેતા મામલો ગરમાયો હતો.
ઉલ્લેખનીય છે કે, નડિયાદ માં ગૌવંશ ના અંગ મામલે હિન્દુ આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, આ ગૌવંશ કેવીરીતે અહીં આવ્યું, તેને લઈ મામલો ઉગ્ર બન્યો હતો જે બાદ સમગ્ર મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel