મણિપુરમાં લાંબા સમયથી લાગુ રહેલું રાષ્ટ્રપતિ શાસન અંતે હટાવી લેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોટિફિકેશન અનુસાર, આ નિર્ણય 4 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ સાથે જ મણિપુરમાં કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે અને રાજ્યમાં ફરીથી લોકશાહી સરકાર રચવાનો માર્ગ ખુલ્યો છે.
બંધારણના અનુચ્છેદ 356 હેઠળનો આદેશ રદ
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને 13 ફેબ્રુઆરી, 2022ના રોજ મણિપુરમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરવામાં આવી છે. આ નિર્ણય સાથે રાજ્યની પ્રશાસકીય વ્યવસ્થા ફરીથી ચૂંટાયેલી સરકારના હાથે સોંપાશે.
Ministry of Home Affairs today issued a notification announcing the revocation of President’s Rule in Manipur with immediate effect. pic.twitter.com/GZNE61aeAW
— ANI (@ANI) February 4, 2026
NDA પ્રતિનિધિમંડળે રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ મણિપુર NDA વિધાનસભા પક્ષના નેતા વાય. ખેમચંદ સિંહે લોકભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી સરકાર રચવાનો સત્તાવાર દાવો રજૂ કર્યો હતો. આ પ્રતિનિધિમંડળમાં કુકી બહુમતી ધરાવતા જિલ્લાઓ ચુરાચંદપુર અને ફર્ઝાવલના બે ધારાસભ્યો પણ સામેલ હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે અમારા નવા ચૂંટાયેલા વિધાનસભા પક્ષના નેતા વાય. ખેમચંદ સિંહ અને ભાજપ નિરીક્ષક તરુણ ચુઘની હાજરીમાં રાજ્યપાલને મળ્યા હતા. NDA પાસે બહુમતી છે અને અમે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.”
BJP Manipur Legislature Party Leader Hon'ble Shri @YKhemchandSingh today met the Hon’ble Governor of Manipur, Shri Ajay Kumar Bhalla, at Lok Bhavan and submitted the claim to form the BJP-led NDA Government in the state.
He was accompanied by Hon’ble BJP National General… pic.twitter.com/83yXYUb3rq
— BJP Manipur (@BJP4Manipur) February 4, 2026
લોકભવનમાં શપથવિધિની તૈયારીઓ શરૂ
મણિપુર લોકભવનમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાય. ખેમચંદ સિંહ આજે એટલે કે 4 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 6 વાગ્યે મણિપુરના મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. ભાજપના મણિપુર એકમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ માહિતીની પુષ્ટિ કરી છે.
મણિપુરમાં રાજકીય સ્થિરતાની આશા
રાષ્ટ્રપતિ શાસન હટાવવાના અને નવી સરકાર રચાવાની પ્રક્રિયા શરૂ થતાં મણિપુરમાં રાજકીય સ્થિરતા પાછી ફરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા સમયગાળામાં રાજ્યએ હિંસા અને અસ્થિરતાનો સામનો કર્યો હતો, ત્યારે હવે ચૂંટાયેલી સરકાર રાજ્યના શાંતિ, વિકાસ અને પુનર્નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel