શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થશે. મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના આયોજન થયેલ છે.
સનાતન પર્વ મહાશિવરાત્રી પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે વિવિધ શિવવંદના આયોજનમાં ભાવિક કાર્યકર્તા સેવકો જોડાયાં છે.
ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે શિવજીનું પૂજન અર્ચન શરૂ થયેલ છે. આગામી રવિવારે શિવરાત્રી પર્વ પ્રસંગે અહીંયા મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદનાનું આસ્થાભેર આયોજન થયેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel