ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે થયેલા ગંભીર ચેડાં અને હુમલાની ઘટનાને અ.ભા.વિ.પ. કર્ણાવતી મહાનગર દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પ.) કર્ણાવતી મહાનગર દ્વારા તા. 04/08/2026ના રોજ ગુજરાત કોલેજ કેમ્પસમાં બનેલી અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે આ પ્રકારની બેદરકારી અને હિંસક વર્તન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ તત્ત્વો સામે તાત્કાલિક, નિષ્પક્ષ અને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અ.ભા.વિ.પ.ની સ્પષ્ટ માંગ છે.
ગત તા. 04/08/2026ના રોજ ગુજરાત કોલેજના કેમ્પસમાં નંબર પ્લેટ વગરની તેમજ કાળા ફિલ્મવાળી વર્ના કાર બેફામ અને જોખમી રીતે ચલાવવામાં આવી રહી હતી. વિદ્યાર્થીઓની અવરજવર વચ્ચે કાર દ્વારા ઝડપી ગતિએ ડ્રિફ્ટ જેવા જોખમી સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ પ્રકારનું વર્તન માત્ર ટ્રાફિકના નિયમોનો ભંગ નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવન અને સુરક્ષા સાથે સીધો ચેડો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અ.ભા.વિ.પ. ગુજરાત કોલેજના કાર્યકર્તાઓએ જવાબદારીપૂર્વક હસ્તક્ષેપ કરી કારમાં રહેલા વ્યક્તિઓને શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાં આવા જોખમી વાહનચાલનથી દૂર રહેવા સમજાવ્યું અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ સમજણ દર્શાવવાના બદલે કારમાં રહેલા કથિત NSUI સાથે સંકળાયેલા ચિરાગ સોનારા, રોહન શર્મા, હિમાંશુ રાઠોડ તથા પ્રતાપસિંહ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે અ.ભા.વિ.પ.ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, મુક્કાઓ વડે હુમલો કરીને કોલેજ કેમ્પસના શાંતિપૂર્ણ અને શૈક્ષણિક વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં અ.ભા.વિ.પ.ના કાર્યકર્તાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
અ.ભા.વિ.પ.ની માંગ છે કે—
1. સમગ્ર ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કાયદા મુજબ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે.
2. નંબર પ્લેટ વગર તથા કાળા ફિલ્મવાળી કાર કોલેજ કેમ્પસમાં કેવી રીતે પ્રવેશી અને તેનો ઉપયોગ કેવી રીતે થયો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
3. ગુજરાત કોલેજ સહિત રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અસરકારક સુરક્ષા વ્યવસ્થા, નિયમિત પેટ્રોલિંગ અને જરૂરી નિયંત્રણો અમલમાં મૂકવામાં આવે.
4. ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ દ્વારા કેમ્પસમાં ગુંડાગીરી, જોખમી વાહનચાલન, હિંસા અથવા વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ ન થાય તે માટે દૃષ્ટાંતરૂપ કડક કાર્યવાહી કરવામાં આવે.
અ.ભા.વિ.પ. કર્ણાવતી મહાનગર મંત્રી ધ્રુમિલભાઈ અખાણીએ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ જ્ઞાન, સંસ્કાર અને વ્યક્તિત્વ નિર્માણનાં કેન્દ્રો છે, ગુંડાગીરી અને દાદાગીરીનાં નહીં. કોલેજ કેમ્પસમાં બેફામ વાહન ચલાવવું, જોખમી સ્ટંટ કરવા, વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમમાં મૂકવા અને વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પર હુમલો કરવો અત્યંત ગંભીર બાબત છે. આવી માનસિકતા અને પ્રવૃત્તિઓ સામે કાયદા સંપૂર્ણ કડકાઈથી અમલમાં મૂકવા જરૂરી છે. કોઈપણ વ્યક્તિ કે સંગઠનને તેની રાજકીય ઓળખના આધારે રક્ષણ મળવું જોઈએ નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા, નિર્ભય શૈક્ષણિક વાતાવરણ અને કાયદાના શાસન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન અ.ભા.વિ.પ.ને સ્વીકાર્ય નથી. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને તમામ દોષિતો સામે કડક અને દૃષ્ટાંતરૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અ.ભા.વિ.પ. કર્ણાવતી મહાનગરની માંગ છે.
તારીખ – ૪ ઑગસ્ટ ના રોજ nsui ના લોકો દ્વારા સામાન્ય વિધાર્થીઓ સાથે મારામારી ના વિડિયો
ગુજરાત કોલેજના પ્રિન્સિપલ દ્વારા ૦૪ ઓગસ્ટની ઘટના પર કરવામાં આવેલી પોલીસ ફરિયાદની અરજી

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel