કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના બીકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને સંકલિત અભિગમ અપનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ બીકાનેર, જેસલમેર, બાડમેર, શ્રી ગંગાનગર અને ફલોદી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન દરેક સરહદી જિલ્લામાં મજબૂત 360° સુરક્ષા ગ્રીડ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં સ્થાનિક નાગરિકો, રાજ્ય સરકાર અને તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવામાં આવશે.
राजस्थान के बीकानेर में भारत-पाकिस्तान बॉर्डर पर स्थित सांचू बॉर्डर आउटपोस्ट पर BSF के वीर जवानों से संवाद किया। pic.twitter.com/PQ4so107bv
— Amit Shah (@AmitShah) May 27, 2026
ગૃહ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદથી 0 થી 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલા તમામ ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સંબંધિત તંત્રને ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કામ કરવા સૂચના આપવામાં આવી છે.
અમિત શાહે સરહદ પારના ગુનાઓને રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને રાજ્ય સરકાર વચ્ચે સંકલિત વ્યૂહરચના અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ વ્યૂહરચના દ્વારા ઘૂસણખોરી, નાર્કોટિક્સ તસ્કરી, આતંકવાદી ભંડોળ, અતિક્રમણ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં મદદ મળશે.
જિલ્લા મેજિસ્ટ્રેટોને બેંકોના નાણાકીય વ્યવહારોની ચકાસણી, શંકાસ્પદ ભંડોળના સ્ત્રોતોની તપાસ, મ્યુલ એકાઉન્ટ્સ અને શેલ કંપનીઓ પર નજર રાખવા તેમજ નકલી આધાર કાર્ડ શોધવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
સાયબર ગુનાઓને ઝડપથી રોકવા માટે ‘1930’ હેલ્પલાઈનનો અસરકારક ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ દ્વારા કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો.
બેઠક દરમિયાન વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-II (VVP-II) ના સફળ અમલીકરણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સરહદી વિસ્તારોમાં માળખાકીય વિકાસ, આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને સરકારી યોજનાઓની 100% પહોંચ સુનિશ્ચિત કરવા માટે ખાસ યોજના બનાવવામાં આવી છે.
બેઠકમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંકલન દ્વારા સરહદી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel