તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને મંત્રી ફિરહાદ હકીમ જણાવ્યું કે પાર્ટીએ હુમાયુ કબીરને અગાઉ ત્રણ વખત ચેતવણી આપી હતી, પરંતુ છતાંય તેમણે વિવાદાસ્પદ નિવેદનો આપવાનું બંધ ન કર્યું. તેમના નિવેદનો પાર્ટીની છબી, ખાસ કરીને ચૂંટણીની કગારમાં ઉભેલા પશ્ચિમ બંગાળમાં, ભારે નુકસાન પહોંચાડતા હોવાથી આ કડક પગલું લેવામાં આવ્યું છે.
હુમાયુ કબીરે તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં “બાબરી મસ્જિદ ફરીથી બનાવશે”, જેનાથી રાજકીય તોફાન મચ્યું હતું. આ ઉપરાંત તેમણે અનેક નિવેદનો કર્યા હતા જેઓ રાજ્યના સાંપ્રદાયિક સોહાર્દને નુકસાન પહોંચાડતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટીએમસી, જેને હંમેશા અલ્પસંખ્યકોના તુષ્ટિકરણની રાજનીતિ માટે વિપક્ષીઓથી આક્ષેપો સહન કરવા પડતા હોય છે, હુમાયુના નિવેદનોને કારણે વધુ રાજકીય દબાણમાં આવી ગઈ હતી.
હકીમે જણાવ્યું કે પાર્ટી અને હુમાયુ કબીર વચ્ચે હવે કોઈ સંબંધ નથી. તેમણે આ પણ આરોપ મૂક્યો કે હુમાયુએ ભાજપની મદદથી સમગ્ર મામલાને સાંપ્રદાયિક વળાંક આપવાનો પ્રયાસ કર્યો હતો. આ રાજકીય દાવપેચો વચ્ચે, ટીએમસીએ ચૂંટણી પૂર્વે નુકસાન થતું જોયું અને તરત નિર્ણય લઈને કબીર સાથે દોરી તોડી દીધી.
ધ્યાનમાં લેવાનું છે કે હુમાયુ કબીર વિવાદાસ્પદ નિવેદનોને લઈને કેલકત્તા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં 5 ડિસેમ્બરે સુનાવણી થવાની છે. કોર્ટનો અભિપ્રાય આવે તે પહેલાં જ ટીએમસીએ તેમના વિરૂદ્ધ પગલું લઈને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ હવે પાર્ટીને નુકસાન પહોંચાડનારા કોઈપણ નેતા સાથે આપોઆપ કડક વલણ અપનાવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel