આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. આ નિર્ણય પછી પાર્ટીના કેટલાક નેતાઓએ ચઢ્ઢા પર ગંભીર આરોપો લગાવ્યા, જેને લઈને હવે ચઢ્ઢાએ ખુદ આગળ આવી સ્પષ્ટતા કરી છે.
AAPના આરોપો પર સ્પષ્ટતા
રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વીડિયો શેર કરીને તમામ આરોપોને “જૂઠ્ઠાણા” ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તેમણે જવાબ ન આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ વારંવાર એક જ વાત કહેવામાં આવે તો લોકો તેને સાચું માનવા લાગે છે, તેથી તેમણે સત્ય રજૂ કરવાનો નિર્ણય લીધો.
"आप कहती है कि मैं प्रदर्शनों में हिस्सा नहीं लेता।
तो सुन लीजिए.. मैं राज्यसभा में हंगामा करने नहीं जाता।"
"मैं राज्यसभा में चुना गया था ताकि महत्वपूर्ण जन मुद्दों को उठा सकूं।"
"आप आरोप लगाती है कि मैं विपक्ष के साथ वॉकआउट नहीं करता।"
"कल से मेरे खिलाफ एक स्क्रिप्टेड… pic.twitter.com/T6znyWTny3
— One India News (@oneindianewscom) April 4, 2026
ચઢ્ઢાએ કહ્યું કે પાર્ટી દ્વારા તેમના સામે ત્રણ મુખ્ય આરોપો લગાવવામાં આવ્યા છે. પહેલો આરોપ એવો છે કે તેઓ સંસદમાં વિપક્ષના વોકઆઉટ દરમિયાન જોડાતા નથી. આ મુદ્દે તેમણે પડકાર આપ્યો કે કોઈ એક પણ ઉદાહરણ આપી બતાવો કે જ્યારે તેઓ વિપક્ષ સાથે ઉભા રહ્યા ન હોય. તેમણે જણાવ્યું કે સંસદની સીસીટીવી ફૂટેજમાં સત્ય સ્પષ્ટ દેખાશે.
બીજા આરોપ અંગે તેમણે સ્પષ્ટતા કરી કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવા માટે તેમને કોઈએ વિનંતી જ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યસભામાં AAPના ઘણા સાંસદોએ પણ આ પ્રસ્તાવ પર સહી નહોતી કરી, તો પછી માત્ર તેમને જ નિશાન કેમ બનાવવામાં આવી રહ્યા છે?
સંસદમાં હું બૂમો પાડવા નથી ગયો, જનતાના પ્રશ્ન ઉઠાવવા ગયો છું- રાઘવ ચઢ્ઢા
ત્રીજા આરોપમાં તેમને સંસદમાં અસરકારક રીતે મુદ્દાઓ ન ઉઠાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ચઢ્ઢાએ જણાવ્યું કે તેઓ સંસદમાં હંગામો કરવા માટે નહીં પરંતુ જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે જાય છે. તેમણે GST, આવકવેરા, પંજાબના પાણી સંકટ, દિલ્હીની હવાની ગુણવત્તા, સરકારી શાળાઓ, આરોગ્ય સેવાઓ, રેલ્વે મુસાફરોની સમસ્યાઓ તેમજ બેરોજગારી અને મોંઘવારી જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યાનો દાવો કર્યો હતો.
ચઢ્ઢાએ પોતાના સંસદીય ટ્રેક રેકોર્ડ પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ છેલ્લા ચાર વર્ષના તેમના કામનું મૂલ્યાંકન કરી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય સંસદમાં અસરકારક ચર્ચા કરવાનો છે, હંગામો નહીં.
આ સમગ્ર વિવાદ વચ્ચે ચઢ્ઢાએ ફિલ્મી અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું, “હું ઘાયલ છું એટલે ઘાતક છું,” જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આ ઘટના બાદ AAPમાં આંતરિક મતભેદ વધુ ઊંડા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે આગામી રાજકીય પરિસ્થિતિઓ પર અસર કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel