પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી સ્થિતિથી સૌ કોઇ વાફેફ છે. ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરને પગલે નાગરિકોમાં દહેશતની સ્થિતિ છે. ગેસ અને ઓઇલના ભાવોમાં વધારો થતા નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ગંભીર અસરો જોવા મળી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં સંકટને લઇને પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી રહ્યાસ છે.
સરકાર સતર્ક અને સંવેદનશીલ છે- પીએમ મોદી
પશ્ચિમ એશિયા સંઘર્ષમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા 2-3 અઠવાડિયામાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ગૃહને પરિસ્થિતિની વિગતો આપી છે. આ સંઘર્ષ 3 અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તેની વૈશ્વિક અર્થતંત્ર અને લોકોના જીવન પર ગંભીર અસર પડી રહી છે, અને તેથી જ વિશ્વ આ સંઘર્ષના વહેલા ઉકેલ માટે તમામ પક્ષોને વિનંતી કરી રહ્યું છે. વધુમાં કહ્યું કે ભારતને ગેસ અને ઇંધણ મિડલ ઇસ્ટના દેશો પુરા પાડે છે. પ્રભાવિત દેશો સાથે ભારતના વેપારના સંબંધો છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતા જનક છે. આર્થિક અને આઁતરિક સુરક્ષા મોટો પડકાર છે. કાચા તેલનો મોટો જથ્થો ખાડી દેશોમાંથી આવે છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "The situation in West Asia is worrisome. In the last 2-3 weeks, EAM Dr S Jaishankar and Union Minister Hardeep Puri have provided the details of the situation to the House. This conflict has been going on for… pic.twitter.com/glAmgzVDyP
— ANI (@ANI) March 23, 2026
અત્યાર સુધી 3.75 લાખ ભારતીયો પરત ફર્યા- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અસરગ્રસ્ત દેશોમાં દરેક ભારતીયને સહાય પૂરી પાડવામાં આવી છે. મેં મોટાભાગના પશ્ચિમ એશિયાઈ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે ફોન પર વાત કરી છે. બધાએ ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે. સંઘર્ષ દરમિયાન, કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને કેટલાક ઘાયલ થયા છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "The difficult conditions created in the world by this war are likely to have lasting effects for a long time, so we must be prepared and remain united. We have faced such challenges with unity during the… pic.twitter.com/MCv6tiqyRq
— ANI (@ANI) March 23, 2026
કોરોના કાળમાં સપ્લાય ચેઇન તૂટી હતી- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સરકાર પાસે ખાદ્ય અન્ન પર્યાપ્ત પ્રમાણમાં છે. ખાદ્ય સંકટ વચ્ચે 6 યૂરિયા પ્લાન્ટ શરૂ કર્યા છે. સાથે જ કહ્યું કે ભારતમાં કોલસાનો સ્ટોક પર્યાપ્ત પ્રમાણમાં છે. રિન્યુએબલ એનર્જી પર સતત કામ થઇ રહ્યું છે. ડિઝલ પર ખેડૂતોની નિર્ભરતા ઘટી છે. આવનારા સમયમાં વીજળીની ડિમાન્ડ વધશે. હાલ વીજળી ઉત્પાદન પ્રભાવિત થયુ નથી. કોરોના કાળમાં પણ સપ્લાય ચેઇન તૂટી ગઇ હતી.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Since this war began, every Indian in the affected countries has been provided assistance. I have spoken over the phone with the heads of state of most West Asian countries for two rounds. All have assured… pic.twitter.com/4RAAmwcmUN
— ANI (@ANI) March 23, 2026
તણાવ સંપૂર્ણ નાબૂદ થાય- પીએમ મોદી
ભારતનું સ્પષ્ટ વલણ છે કે તણાવ નાબૂદ થવો જોઇ. હોર્મુઝ સ્ટ્રેટમાં રૂકાવટ છે તે અસ્વીકાર્ય છે. વાતચીતથી જ સમસ્યાનું સમાધાન થશે. એક સાથે મળીને આપણે આ સંકટની અસર ઘટાડી શકીએ છીએ. સાથે જ કહ્યું કે નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા મંજૂર નહી. ભારત શાંતિપૂર્ણ સમાધાનના પક્ષમાં છે. કોરોના કાળમાં પણ પડકારો ઝીલ્યા છે. આ વખતે પણ સતર્ક અને સાવધાન રહેવું પડશે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Our missions in the affected countries are continuously engaged in helping Indians. Whether it's Indians working there or tourists who have gone there, everyone is being provided with all possible assistance.… pic.twitter.com/WEWvQWwtGo
— ANI (@ANI) March 23, 2026
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel