ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની સાથે વંદે માતરમ્ ગાવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારનો ઉદ્દેશ રાષ્ટ્રીય ગીતને વધુ સન્માન આપવાનો અને જાહેર કાર્યક્રમોમાં એકરૂપતા જાળવવાનો છે.
શું છે નવા પ્રોટોકોલ?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, હવે કોઈપણ સરકારી કે સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમ્ ગાયન દરમિયાન રાષ્ટ્રગાન જેવી જ શિસ્ત જાળવવી પડશે. જો કાર્યક્રમમાં બંને ગીતોનો સમાવેશ થાય, તો કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ સાથે કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગવાશે.
વંદે માતરમ્ ગાતા સમયે તમામ લોકોને સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું ફરજિયાત રહેશે. આ નિયમ ખાસ કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમો, રાષ્ટ્રપતિના આગમન અથવા સંબોધન પહેલાં અને બાદમાં તેમજ રાજ્યપાલોના સત્તાવાર કાર્યક્રમોમાં લાગુ પડશે.
केंद्र सरकार का बड़ा फैसला: सरकारी मौकों पर 'वंदे मातरम्' के 6 अंतरे अनिवार्य, खड़े होना भी जरूरी!
गृह मंत्रालय ने नए दिशा-निर्देश जारी किए हैं। अब आधिकारिक कार्यक्रमों में राष्ट्रगीत 'वंदे मातरम्' का पूरा 6 अंतरे वाला संस्करण (3 मिनट 10 सेकंड) बजाया या गाया जाएगा।
यह नियम लागू… pic.twitter.com/UjV1Hyqitb
— One India News (@oneindianewscom) February 11, 2026
6 છંદો અને 3 મિનિટ 10 સેકન્ડનો સમય
નવા નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે રીતે વંદે માતરમ્ ના થોડા અંશો ગવાતા હતા તેની જગ્યાએ હવે તેના 6 છંદો ગવાશે. સમગ્ર ગાયન માટે આશરે 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ રાષ્ટ્રીય ગીતના ઐતિહાસિક મહત્વને જાળવી રાખવાનો અને તેને સંપૂર્ણ રીતે રજૂ કરવાનો છે.
નિર્ણય પાછળનો હેતુ
સરકારનું માનવું છે કે ‘વંદે માતરમ્’ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું મહત્વપૂર્ણ પ્રતિક છે અને તેને રાષ્ટ્રગાન જેટલું જ સન્માન મળવું જોઈએ. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ હવે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી દેશભરના સત્તાવાર કાર્યક્રમોમાં ગાયનની પદ્ધતિમાં એકરૂપતા રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel