નરેન્દ્ર મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક વર્ષ બાદ પણ ભારત આતંકવાદ અને તેને પોષનારા સમગ્ર તંત્રને સમૂળે નષ્ટ કરવા માટે પોતાના સંકલ્પ પર અડગ છે.
PM મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે ગયા વર્ષે આ ઑપરેશન દરમિયાન ભારતીય સેનાએ જે સાહસ, ચોકસાઈ અને વ્યાવસાયિકતા દર્શાવી હતી, તેણે સમગ્ર વિશ્વને ભારતની સુરક્ષા ક્ષમતાનો પરચો આપ્યો હતો.
A year ago, our armed forces displayed unparalleled courage, precision and resolve during #OperationSindoor. They gave a fitting response to those who dared to attack innocent Indians at Pahalgam. The entire nation salutes our forces for their valour.
Operation Sindoor reflected…
— Narendra Modi (@narendramodi) May 7, 2026
પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ
22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6 અને 7 મે દરમિયાન સરહદ પાર આતંકી ઠેકાણાઓ પર સચોટ અને નિશાનબદ્ધ હુમલા કરીને ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ કાર્યવાહીમાં પાકિસ્તાનની અંદર છુપાયેલા અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
PM મોદીએ આ વિજયને સેનાની વ્યાવસાયિક ક્ષમતા અને ભારતની વધતી સંરક્ષણ આત્મનિર્ભરતાનું પ્રતીક ગણાવ્યું છે.
ऑपरेशन सिंदूर में भारत को मिली असाधारण विजय हमारे वीर सैनिकों के अद्भुत पराक्रम और देशभक्ति की प्रेरक मिसाल है। उनके अदम्य साहस, दृढ़ संकल्प और कर्तव्यनिष्ठा पर हर देशवासी को गर्व है।
उदीर्णमनसो योधा वाहनानि च भारत।
यस्यां भवन्ति सेनायां ध्रुवं तस्यां जयं वदेत्।।… pic.twitter.com/SBZ9EyjIP6
— Narendra Modi (@narendramodi) May 7, 2026
સંસ્કૃત સુભાષિતથી વધાર્યું સૈનિકોનું મનોબળ
આ ખાસ અવસરે PM મોદીએ એક પ્રેરણાત્મક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું:
“ઉદીર્ણમનસો યોધા વાહનાનિ ચ ભારત।
યસ્યાં ભવન્તિ સેનાયાં ધ્રુવં તસ્યાં જયં વદેત્॥”
તેમણે તેના અર્થ સમજાવતા કહ્યું કે જે સેનામાં યોદ્ધાઓ ઉત્સાહી અને ઊંચા મનોબળ ધરાવતા હોય અને જેની પાસે અદ્યતન સાધનો હોય, તે સેનાનો વિજય નિશ્ચિત હોય છે.
આતંકવાદ સામે ભારતનો કડક સંદેશ
PM મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત આતંકવાદ વિરુદ્ધ પોતાની ઝીરો ટોલરન્સ નીતિ પર અડગ છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન કરવામાં આવશે નહીં.
તેમણે ઉમેર્યું કે ‘ઑપરેશન સિંદૂર’ માત્ર એક સૈન્ય કાર્યવાહી નહોતું, પરંતુ તે ભારતની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ અને સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel