click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
Gujarat

ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે

ગુજરાતમાં ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ સરકાર આગળ વધી રહી છે. UCC બિલને કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.

Last updated: 2026/03/18 at 5:56 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ આગળ વધી રહી છે. કેબિનેટમાં આ બિલ મંજૂર થઈ ચુક્યું છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક, સમાન અને સમાજ માટે સુગમ બનાવવાના મહત્વપૂર્ણ નિયમોનો સમાવેશ છે.

Contents
લગ્ન નોંધણી ફરજિયાતછૂટાછેડા માટે નવી વ્યવસ્થાલિવ-ઇન રિલેશનશિપમાં નોંધણી અને બાળકોના હકવસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ – ન્યાયી બનાવાશે અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટમહત્વપૂર્ણ વિશેષતાઓ

લગ્ન નોંધણી ફરજિયાત

નવી વ્યવસ્થા મુજબ, રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે. નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય નહિ ગણાશે, પરંતુ દંડની જોગવાઈ રહેશે. સંહિતાના અમલ પહેલાં થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની 18 વર્ષ ફરજિયાત રહેશે, અને લગ્ન સમયે એક પક્ષકાર રાજ્યનો હોવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે UCC ડ્રાફ્ટના કુલ 2 ભાગ છે અને 7 પ્રકરણ છે.

છૂટાછેડા માટે નવી વ્યવસ્થા

છૂટાછેડાની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને સુગમ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી શકાય છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી પર પ્રતિબંધ રહેશે. બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓનો સમાવેશ કરાયો છે.

લિવ-ઇન રિલેશનશિપમાં નોંધણી અને બાળકોના હક

લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા પાર્ટનર ગુજરાતના રહેવાસીઓ હોય કે ન હોય, રજિસ્ટ્રારને નિવેદન સુપરત કરવું ફરજિયાત રહેશે.

બે વ્યક્તિઓ વચ્ચેની લિવ-ઇન રિલેશનશિપ રજિસ્ટર (નોંધણી) જોઇશે નહીં.

રાજ્યના પ્રદેશની બહાર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા ગુજરાતના કોઈપણ રહેવાસી લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને રજૂ કરી શકશે.

લિવ-ઇન રિલેશનશિપનું કોઈપણ બાળક, દંપતીનું કાયદેસર બાળક ગણાશે, પરંતુ જો તે લગ્ન હોય અને જેમના રિવાજો અને પ્રથા સંબંધને મંજૂરી આપતા હોય એવી વ્યક્તિ(વ્યક્તિઓ)ને પ્રતિબંધો પર લાગુ પડશે નહીં.

રજિસ્ટ્રાર રજૂ કરેલા લિવ-ઇન રિલેશનશિપના નિવેદનની વિગતોની તપાસ કરશે અને સંક્ષિપ્ત તપાસ હાથ ધરીને તેણીએ/તેણે ખાતરી થવી જોઇશે કે લિવ-ઇન રિલેશનશિપ કલમ 386 હેઠળ ઉલ્લેખેલ છે તેવા પ્રકારની નથી.

લિવ-ઇન રિલેશનશિપના બંને ભાગીદારો (સાથીદારો)અથવા તેમાંથી કોઈપણ, તેને લિવ-ઇન રિલેશનશિપને સમાપ્ત કરી શકશે અને ઠરાવેલા ફોર્મેટમાં અને ઠરાવેલી રીતે જેની હકૂમતની અંદર આવા રહેવાસીઓ સામાન્ય રીતે રહેતા હોય તેવા રજિસ્ટ્રારને સમાપ્તિનું નિવેદન સબમિટ કરી શકે છે. જો ભાગીદારો/સાથીદારોમાંથી ફક્ત એક જ ભાગીદાર(સાથીદાર) લિવ-ઇન રિલેશનશિપ સમાપ્ત કરે તેવા કિસ્સામાં આવા નિવેદનની નકલ બીજા ભાગીદાર (સાથીદાર)ને પૂરી પાડી શકશે. આવા કિસ્સાઓમાં, રજિસ્ટ્રાર રાજ્ય સરકાર દ્વારા ઠરાવેલા નમૂના (ફોર્મેટ)માં, બંને ભાગીદારો( સાથીદારો)ને લિવ-ઇન રિલેશનશીપનો સંબંધ સમાપ્ત કરવા અંગેનું સર્ટિફિકેટ કાઢી આપશે.

વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ – ન્યાયી બનાવાશે

મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય.

 અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટ

જો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે. સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

મહત્વપૂર્ણ વિશેષતાઓ

  • લગ્ન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

  • લિવ-ઇન રિલેશનશિપના બાળકોને કાયદેસર માન્યતા

  • વારસામાં સમાન અધિકાર ધર્મ કે સમુદાયથી અલગ નહીં

  • છૂટાછેડા માટે એક વર્ષની અંદર અરજી પર પ્રતિબંધ

  • પાત્રતા: પુરૂષ 21, મહિલા 18 વર્ષ, એક પક્ષકાર રાજ્યનો હોવો જરૂરી

આ પગલાં ગુજરાતમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતાની દિશામાં મહત્વપૂર્ણ મોહર સાબિત થશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

TAGGED: @india, bhupendra patel, Breaking news, Child Rights, CM Gujarat, DYCM Harsh Sanghvi, gujarat, Gujarat Cabinet, gujarat government, gujarati news, HARSH SANGHAVI, Inheritance Rights, latest news, Livin Relationship, marriage registration, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, UCC Bill, UCC bill Gujarat, UCC Gujarat, Uniform Civil Code, Uniform Civil Code Bill, Uniform Civil Code Gujarat, ઉત્તરાખંડ, ગુજરાત, ગુજરાત કેબિનેટ, ગુજરાત સરકાર, બાળ અધિકારો, ભારત, ભૂપેન્દ્ર પટેલ, યુનિફોર્મ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત, યુનિફોર્મ સિવિલ કોડ ભારત, યુસીસી ગુજરાત, લગ્ન નોંધણી, લિવિન રિલેશનશિપ, વારસા અધિકારો, સમાન નાગરિક સંહિતા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત પહોંચ્યું ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’, મુન્દ્રા બંદર પર સુરક્ષિત બર્થિંગ
Next Article કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?