click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
Gujarat

પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું : સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ હવે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ છે.

Last updated: 2025/07/28 at 4:00 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE

લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પરંતુ, વિપક્ષના હોબાળાના કારણે બપોરે બે વાગ્યા સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ હવે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ છે. જેમાં સંરક્ષણ મંત્રીએ અનેક મહત્ત્વના મુદ્દા થકી પોતાની વાત મૂકી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર પર ફક્ત વિરામ લીધો છે. જો પાક. અવળચંડાઈ કરશે તો ઓપરેશન ફરી શરૂ કરીશું.

Contents
પહલગામ હુમલો અમાનવીયતાનું સૌથી મોટું ઉદાહરણ‘ભારતે કાર્યવાહી રોકી, કારણ કે…’ઓપરેશન સિંદૂર ફરી શરૂ થશે?  રિઝલ્ટ મહત્ત્વનું છે, જે લક્ષ્ય હતું તે હાંસલ કર્યુંઃ રાજનાથ

During debate in Lok Sabha on Operation Sindoor, Defence Minister Rajnath Singh says, "The well-coordinated strikes carried out by our Armed Forces hit 9 terrorist infrastructure targets with precision. In this military operation, it is estimated that over a hundred terrorists,… pic.twitter.com/iox0bKyJPU

— ANI (@ANI) July 28, 2025

પહલગામ હુમલો અમાનવીયતાનું સૌથી મોટું ઉદાહરણ

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆતમાં જ સંરક્ષણ મંત્રીએ સેનાના શૌર્યના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, સેનાએ 6-7 મેની રાત્રે ઐતિહાસિક ઓપરેશન હાથ ધર્યું હતું. પહલગામ આતંકવાદી હુમલામાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા. આ અમાનવીયતાનું સૌથી મોટું ઉદાહરણ છે. ત્યારબાદ વડાપ્રધાને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી નિર્ણાયક કાર્યવાહીની છૂટ આપી. આપણી સેના બલિદાનમાં પાછળ ન રહી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યા. સેનાએ આંતકવાદીઓને ઠાર કરી આપણી માતા-બહેનોના સિંદૂરનો બદલો લીધો. આ સિંદૂરનો લાલ રંગ શૌર્યની કહાણી છે. ખૂબ સંભાળીને બોલી રહ્યો છું, આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદી અને હેન્ડલરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. મૃતકોની સંખ્યા તેનાથી ઘણી વધારે છે.

#WATCH | Delhi | During debate in Lok Sabha on Operation Sindoor, Defence Minister Rajnath Singh says, "…Soon after Pahalgam attack, our Armed Forces took action and hit with precision the nine terrorist infra sites in which more than 100 terorrists, their trainers and handlers… pic.twitter.com/LlciHlbfWt

— ANI (@ANI) July 28, 2025

‘ભારતે કાર્યવાહી રોકી, કારણ કે…’

રાજનાથ સિંહે કહ્યું કે, ‘આ હુમલો એસ્કેલેટરી નેચરનો નહતો. જોકે, બાદમાં પાકિસ્તાને આપણાં સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો. આપણે આ હુમલાને નિષ્ફળ કરી દીધો અને આ એસ્કેલેશન પર આપણો જવાબી હુમલો માપીને કરવામાં આવ્યો હતો. આપણી કાર્યવાહી સંપૂર્ણ રીતે સેલ્ફ ડિફેન્સમાં હતી. પાકિસ્તાન તરફથી હુમલામાં 7 મેથી 10 મેની રાત્રે 1:30 સુધી મિસાઇલ અને લાંબી દૂરીના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના નિશાના પર આપણા સૈન્ય ઠેકાણા હતા. આપણી ડિફેન્સ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટે પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ કરી દીધા અને પાકિસ્તા કોઈપણ ટાર્ગેટને હિટ નથી કરી શક્યું. પાક. તરફથી કરવામાં આવેલા દરેક હુમલાને રોકવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ દુશ્મનના દરેક પ્લાન પર પાણી ફેરવી દીધું. પાકિસ્તાન હુમલાના જવાબમાં આપણી કાર્યવાહી સાહસિક અને નક્કર હતી. આ મિશનને આપણી સેનાએ સફળતાપૂર્વક પાર પાડવામાં સફળતા મેળવી હતી.

On Operation Sindoor, Defence Minister Rajnath Singh says, "Our actions were entirely in self-defence, neither provocative nor expansionist. Yet, on May 10, 2025, at approximately 1:30 AM, Pakistan launched a large-scale attack on India using missiles, drones, rockets, and other… pic.twitter.com/6CUXlcdg3x

— ANI (@ANI) July 28, 2025

ઓપરેશન સિંદૂર ફરી શરૂ થશે?  

વધુમાં તેમણે કહ્યું કે, ભારતે આ કાર્યવાહી એટલે રોકી, કારણ કે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા, તે હાંસલ કરી લીધા હતા. ભારતે કોઈ દબાણમાં કાર્યવાહી કરી તો તે એ માનવું ખોટું છે. ઓપરેશન સિંદૂર શરૂ કરવાનો હેતુ એ ટેરર નર્સરીઝને ખતમ કરવાનો હતો, જેનું વર્ષોથી પાકિસ્તાનમાં પાલન પોષણ કરવામાં આવ્યું હતું. આપણી સેનાએ ફક્ત તેને ટાર્ગેટ કર્યા જે આતંકીઓને સપોર્ટ કરીને ભારતને ટાર્ગેટ કરવામાં સતત સામેલ હતા. આ ઓપરેશનનો હેતુ યુદ્ધ શરૂ કરવાનો હતો. 10 મેના દિવસે જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની એરફિલ્ડ પર પ્રહાર કર્યો, ત્યારે પાકિસ્તાને હાર માની લીધી. પાકિસ્તાને આપણા ડીજીએમઓ સાથે વાત કરી અને કહ્યું કે, મહારાજ હવે રોકો. ત્યારબાદ પાક.ની વિનંતી પર ઓપરેશનને ફક્ત પૉઝ કરવામાં આવ્યું છે. જો પાકિસ્તાન તરફથી કંઈપણ અવળચંડાઈ કરવામાં આવી તો ઓપરેશન ફરી શરૂ થશે. પાકિસ્તાનની હાર એક સામાન્ય નિષ્ફળતા નથી, આ એક સૈન્યબળ અને મનોબળ બંનેની હાર હતી. પાક. ડીજીએમઓએ ભારતના ડીજીએમઓનો સંપર્ક કરી યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. બંને પક્ષો વચ્ચે સંવાદ બાદ આ નિર્ણય લેવાયો હતો.

#WATCH दिल्ली: रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, "ऑपरेशन केवल रोका गया है समाप्त नहीं किया गया। अगर पाकिस्तान की ओर से भविष्य में कोई भी दुस्साहस हुआ तो यह ऑपरेशन दोबारा प्रारंभ होगा… 10 मई को पाकिस्तान के DGMO ने भारत के DGMO से संपर्क किया और भारत से सैन्य कार्रवाई को रोकने… pic.twitter.com/hhsgZScjMS

— ANI_HindiNews (@AHindinews) July 28, 2025

રિઝલ્ટ મહત્ત્વનું છે, જે લક્ષ્ય હતું તે હાંસલ કર્યુંઃ રાજનાથ

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વિપક્ષના લોકો પૂછે છે કે, આપણા કેટલા વિમાન તોડી પડાયા? આ પ્રશ્ન જનભાવનાનું યોગ્ય પ્રતિનિધિત્વ નથી કરતું. તેમણે અમને ક્યારેય એવું નથી પૂછ્યું કે, આપણી સેનાએ દુશ્મનના કેટલાં વિમાન તોડી પાડ્યા? જો પ્રશ્ન પૂછવો જ છે તો એવો પૂછો કે, શું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું? તો તેનો જવાબ છે હા. લક્ષ્ય જ્યારે મોટું હોય, તો નાના મુદ્દા પર ધ્યાન ન આપવું જોઈએ. તેનાથી દેશની સુરક્ષા, સૈનિકોનું સન્માન અને ઉત્સાહ ઘટી શકે છે. વિપક્ષના નેતા જ જો ઓપરેશન સિંદૂર પર યોગ્ય પ્રશ્ન નથી પૂછી શકતા, તો શું કહુ? ચાર દાયકાથી વધુ સમયથી રાજકારણમાં છું. ક્યારેય રાજકારણને દુશ્મનની દ્રષ્ટિએ નથી જોયું. આજે અમે સત્તાપક્ષમાં છીએ, જરૂરી નથી કે, હંમેશા સત્તામાં રહીશું. જનતાએ જ્યારે અમને વિપક્ષ તરીકે પસંદ કર્યા ત્યારે અમે સકારાત્મકતાથી તેને પણ નિભાવ્યું છે.

#WATCH | दिल्ली: रक्षा मंत्री राजनाथ सिंह ने ऑपरेशन सिंदूर पर लोकसभा में चर्चा के दौरान कहा, "कभी-कभी हमारे प्रतिपक्ष के लोग यह पूछते रहे हैं कि हमारे कितने विमान गए? मुझे लगता है कि उनका यह प्रश्न हमारी राष्ट्रीय जनभावनाओं का सही से प्रतिनिधित्व नहीं कर रहा है। उन्होंने एक बार… pic.twitter.com/RqVIXmZlx1

— ANI_HindiNews (@AHindinews) July 28, 2025

આ સિવાય રાજનાથ સિંહે ચીન સાથેનું યુદ્ધ યાદ કરતા કહ્યું કે, આપણે 1962માં ચીન સાથે એક યુદ્ધમાં દુઃખદ પરિણામ મેળવ્યું હતું. ત્યારે અમે પૂછ્યું હતું કે, આપણી ધરતી પર બીજા દેશનો કબ્જો કેવી રીતે થયો? અમે પૂછ્યું હતું કે, સેનાના જવાન ઘાયલ કેવી રીતે થયા? અમે મશીનો અને તોપોની ચિંતા નહીં કરીને દેશની ચિંતા કરી હતી. 1971માં જ્યારે અમે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો, ત્યારે અમે રાજકીય અને સૈન્ય નેતૃત્વના વખાણ કર્યા હતા. અટલજીએ સંસદમાં ઊભા થઈને તે સમયે નેતૃત્વની પ્રશંસા કરી હતી. અમે ત્યારે આવા પ્રશ્ન નહતા પૂછ્યા. આ વાતને વધુ પ્રેક્ટિકલ રીતે સમજાવું તો પરીક્ષાનું રિઝલ્ટ મહત્ત્વનું છે. આપણે બાળકના માર્ક્સ પર ધ્યાન આપવું જોઇએ, એ વાતનું નહીં કે, પરીક્ષા દરમિયાન તેની પેન્સિલ કેટલી તૂટી? રિઝલ્ટ એ છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે લક્ષ્ય ધાર્યું હતું, તેને પૂર્ણ કરવામાં સફળતા મળી છે. ભારત પાકિસ્તાન સહિત દરેક પાડોશી દેશ સાથે મિત્રતા અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે ઈચ્છુક રહ્યું છે.

#WATCH | ऑपरेशन सिंदूर पर लोकसभा में चर्चा के दौरान रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, "जब हमने 1971 के युद्ध में पाकिस्तान को सबक सिखाया था, मैं उस समय की सरकार को बधाई देता हूं। हमने तब अपने राजनीतिक और सैन्य नेतृत्व की प्रशंसा की थी। हमने यह नहीं देखा कि वह किस पार्टी की सरकार… pic.twitter.com/oxqcezxDlp

— ANI_HindiNews (@AHindinews) July 28, 2025

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Congress, Defense Minister Rajnath Singh, latest news, Narendra Modi, news channel in india, oneindianews, Operation Sindoor, pakistan, Parliament, pm modi, top news, ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકવાદી હુમલો, પાકિસ્તાન, ભારત-પાકિસ્તાન, રક્ષા મંત્રી રાજનાથ સિંહે, લોકસભા, લોકસભા અધ્યક્ષ, સંરક્ષણ મંત્રી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અભિપ્રપુર ગામે વરસાદી પાણીએ જીવન અટકાવ્યું, દૂધ મંડળી અને શાળાઓ બંધ
Next Article કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?