ભાજપ સ્થાપના દિવસની ભાવનગર જિલ્લામાં સંગઠન દ્વારા ગરિમાપૂર્ણ ઉજવણીનું આયોજન થનાર છે. પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓના સંકલન સાથે રવિવાર તથા સોમવારે કાર્યક્રમો યોજાશે.
લોકતાંત્રિક મૂલ્યો આધારિત ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલ સંગઠન છે. ભાજપના સ્થાપના દિવસ ૬ એપ્રિલ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓના સંકલન સાથે રવિવાર તા.૫ અને સોમવાર તા.૬ એમ બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. સોમવારે સિહોરમાં મુખ્ય કાર્યકમ યોજાનાર છે.
ભાવનગર જિલ્લામાં સંગઠન દ્વારા ભાજપ સ્થાપના દિવસની જે ગરિમાપૂર્ણ ઉજવણીનું આયોજન થનાર છે, તે મુજબ રવિવારે શક્તિ કેન્દ્રો અંતર્ગત આયોજન સાથે છેવાડા માનવી સુધી પહોંચવાના ભાગ રૂપે કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રની વિકાસ ગાથાની પત્રિકાથી વાત પહોંચશે.
સ્થાપના દિવસ પ્રસંગે સોમવાર તા.૬ એપ્રિલના દિવસે યુવા મોરચા દ્વારા ભાજપ ધ્વજ લગાવશે. સિહોરમાં પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ ઐતિહાસિક દિવસે ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જનસંઘ તથા ભાજપ સાથે પાયામાં રહેલાં સન્નિષ્ઠ વડીલોનું સન્માન અભિવાદન થશે.
ભાજપ સ્થાપના દિવસ ઉજવણી માટે જિલ્લાભરમાં એક એક મંડળમાં વિવિધ મોરચા અને સંગઠન હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ આયોજનમાં રહ્યા છે, તેમ પ્રચાર સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel