ગુજરાતના પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હર્ષ સંઘવીના હસ્તે થયું, જે Gujarat State Road Transport Corporation (GSRTC) અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન પ્રા.લિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ રીબન કાપીને બસપોર્ટનું અનાવરણ કર્યું અને જિલ્લાને ત્રણ નવી AC બસોની ભેટ આપવાની જાહેરાત કરી.
લોકાર્પણ બાદ હર્ષ સંઘવી કાલિકા માતા મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની પૂજા કરીને આશીર્વાદ લીધા. આ કાર્યક્રમમાં ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ સાથે અનેક અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
સરકારે માંગ્યા વગર પાટણને આઇકોનિક બસ પોર્ટ આપ્યું છે. તેને સ્વચ્છ રાખવાની જવાબદારી તમામ પાટણવાસીઓની છે.
જો બધા મળીને સફાઈ કર્મચારીઓનો સહયોગ કરીશું, તો આ બસપોર્ટ હંમેશા એરપોર્ટ જેવી સુંદર સ્થિતિમાં રહેશે. pic.twitter.com/VbPq9xddLc
— Harsh Sanghavi (@sanghaviharsh) March 28, 2026
“વિકાસનો સંકલ્પ સાકાર”—હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પાટણનો આ નવો બસપોર્ટ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જણાવ્યું કે અહીંથી રોજના લગભગ 850 બસોના આવાગમન સાથે 20,000થી વધુ મુસાફરોને સીધો લાભ મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર 2027 સુધીમાં રોજના 30 લાખ મુસાફરોને ST સેવાઓ પૂરી પાડવાનો નિર્ધાર રાખે છે. આ બસપોર્ટ પાટણ માટે માત્ર એક પરિવહન સુવિધા નહીં પરંતુ શહેરની નવી ઓળખ અને ગૌરવનું પ્રતિક બની રહેશે. તેમણે નાગરિકોને આ સુવિધાની સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા પણ અપીલ કરી.
बसपोर्ट है की एयरपोर्ट
गुजरात के पाटन में बना अत्याधुनिक बसपोर्ट किसी एयरपोर्ट से कम नहीं
गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी ने अत्याधुनिक बसपोर्ट की श्रृंखला में एक नया बसपोर्ट आम जानता के लिए खोला
विकास की उच्चतम स्तिथि#PatanBusPort #GSRTCBusPort #HarshSanghavi… pic.twitter.com/m6XejMWa5R
— One India News (@oneindianewscom) March 28, 2026
પાટણને મળશે વૈશ્વિક ઓળખમાં વધારો
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જાહેરાત કરી કે 31મી માર્ચે નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં રાની કી વાવ ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ થશે. આ પહેલથી પાટણની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે અને પર્યટનને પ્રોત્સાહન મળશે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરનો અભિપ્રાય
કાર્યક્રમ દરમિયાન મંત્રી સ્વરૂપજી ઠાકોરએ જણાવ્યું કે આ દિવસ પાટણ માટે ઐતિહાસિક છે. નવા બસપોર્ટનું લોકાર્પણ માત્ર ઈમારતનું ઉદ્ઘાટન નહીં પરંતુ લોકોના સુખાકારી અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે. આ સુવિધા મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસનો અનુભવ આપશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ બસપોર્ટ
આ નવો બસપોર્ટ લગભગ 15,974 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને આશરે ₹17 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થયેલ આ પ્રોજેક્ટ પાટણના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel