“આજે સમગ્ર વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિના ઉંબરે ઉભું છે. ઇતિહાસનું અવલોકન કરતા જણાય છે કે જે-જે યુદ્ધોમાં હનુમાનજી બિરાજમાન રહ્યા છે, ત્યાં વિજય નિશ્ચિત થયો છે. પછી તે પ્રભુ શ્રીરામની સેનામાં રહીને રાવણની લંકાનું દહન કરનારા હનુમાનજી હોય, અથવા મહાભારતમાં અર્જુનના રથના ધ્વજ પર બિરાજમાન થઈને અધર્મ વિરુદ્ધ પાંડવોને બળ પ્રદાન કરનારા હનુમાનજી! દરેક સ્થળે વિજય સુનિશ્ચિત થયો છે. એટલું જ નહીં, છત્રપતિ શિવાજી મહારાજના ‘હિંદવી સ્વરાજ્ય’ની સ્થાપના માટે સમર્થ રામદાસ સ્વામીજીએ ગામેગામ મારુતિ મંદિર સ્થાપિત કરી જે બલોપાસના પ્રારંભ કરી, તેનાથી સ્વરાજ્યને આધ્યાત્મિક અને સામર્થ્યનું બળ પ્રાપ્ત થયું. આજે પુનઃ એકવાર દેશ અને ધર્મ સંકટમાં છે તથા સર્વત્ર ભયનું વાતાવરણ નિર્મિત થઈ રહ્યું છે.
આવા સમયે પ્રત્યેક હિન્દુમાં મારુતિ જેવા શૌર્ય, શક્તિ અને ભક્તિનું જાગરણ થાય અને આવનારા કઠિન સમયમાં તેમના આશીર્વાદથી હિન્દુઓનો વિજય સુનિશ્ચિત થાય. એ જ સંકલ્પ સાથે શ્રી હનુમાન જયંતિના અવસરે હિન્દુ જનજાગૃતિ સમિતિ તરફથી દેશભરમાં ૮૫૦થી અધિક સ્થળોએ અને કર્ણાવતી જિલ્લાઓમાં સામૂહિક ગદા પૂજન’ કરવામાં આવ્યું.”
ગદા પૂજન’ વિધિ, શ્રી હનુમાનજીની આરતી, મારુતિ સ્તોત્ર પાઠ, શંખનાદ અને સામૂહિક પ્રાર્થના બાદ ‘શ્રી હનુમતે નમઃ’નો સામૂહિક નામજપ કરવામાં આવ્યો. આ પ્રસંગે ‘રામરાજ્યની સ્થાપના માટે મારુતિના ગુણોને કેવી રીતે આત્મસાત કરવા’ એ વિષય પર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ‘રામરાજ્યની સ્થાપના માટે સામૂહિક પ્રતિજ્ઞા’ લેવામાં આવી. હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા છેલ્લા 4 વર્ષથી દેશભરમાં સામૂહિક ‘ગદા પૂજન’ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી રહ્યા છે અને આ વર્ષે પણ હિન્દુત્વનિષ્ઠો અને શ્રદ્ધાળુઓની ઉસ્ફૂર્ત સહભાગિતા જોવા મળી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel