સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં “ઓપરેશન સિંદૂર” પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. આ ઓપરેશન એ પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત સરકાર દ્વારા લશ્કરી રીતે હાથ ધરાયેલ ઐતિહાસિક પગલું છે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે દેશની જનતાની ઇચ્છા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. તેમણે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, પર આક્ષેપ કર્યો કે આવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાથી બચવાનો પ્રયાસ કરવો દેશના હિતમાં નથી અને પાકિસ્તાન જેવી શબ્દાવળીના ઉપયોગથી બચવું જોઈએ.
#WATCH | Delhi: On Operation Sindoor discussion in Lok Sabha today, Union Parliamentary Affairs Minister, Kiren Rijiju says, "…It was the wish of the people of India, that the PM decided to launch Operation Sindoor through the Indian Army. Today, the Lok Sabha will take up the… pic.twitter.com/Rh2hp99Pba
— ANI (@ANI) July 28, 2025
ઉલ્લેખનીય છે કે, વિપક્ષે ખાસ કરીને બિહારમાં ચૂંટણીય વોટર લિસ્ટમાં SIR (Special Intensive Revision) ની કામગીરીને લઈને કડક વિરોધ નોંધાવ્યો છે અને સરકારે સંસદમાં પહેલગામ આતંકી હુમલો તથા ઓપરેશન સિંદૂર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ટાળવાની કોશિશ કરી રહી હોવાનું આરોપ મૂક્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત INDIA ગઠબંધનના અન્ય નેતાઓએ આ મુદ્દે આજે સંસદ ભવનમાં એક મહત્વની ફ્લોર લીડર્સની બેઠક યોજી હતી, જેમાં આગામી દિશા અને રણનીતિ અંગે ચર્ચા થઈ.
PM Narendra Modi arrives in Parliament; Lok Sabha to hold 16-hour special discussion on Operation Sindoor today pic.twitter.com/4PoKwJRmJs
— ANI (@ANI) July 28, 2025
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ સંસદ ભવનમાં એન્ટ્રી નોંધાઈ છે, જેને લઈને આજે ચાલી રહેલી ચર્ચા પર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ સામેની નીતિ અને ભારતની સેનાની કામગીરી જેવી ગંભીર બાબતો પર સંસદમાં ખુલ્લેઆમ ચર્ચા થવી એ લોકશાહી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.