click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ
Gujarat

સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ

સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃતપર્વ 2026ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે.

Last updated: 2026/05/11 at 2:14 પી એમ(PM)
One India News Team
Share
7 Min Read
SHARE
Highlights
  • સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃતપર્વ ઉજવણી
  • PM મોદીનો રોડ શો, હજારો લોકોનું સ્વાગત
  • સોમનાથમાં જળાભિષેક અને વિશેષ પૂજા
  • “જય સોમનાથ”ના નાદથી ગુંજ્યું પ્રભાસ પાટણ
  • સરદાર પટેલના યોગદાનને PMએ યાદ કર્યું

સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ 2026”ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રભાસ પાટણમાં હેલિપેડથી હમીરજી સર્કલ સુધી તેમના રોડ શોએ ભવ્ય જનસમર્થન મેળવ્યું, જ્યાં હજારો લોકો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા.

Contents
“પ્રભાસ પાટણમાં આધ્યાત્મિક તેજસ્વિતા” – PM મોદી75 વર્ષનો ઐતિહાસિક સંદેશ“સોમનાથ અમૃતપર્વ માત્ર ભૂતકાળ નહીં, ભવિષ્યની પ્રેરણા”ઓપરેશન શક્તિનો ઉલ્લેખતીર્થસ્થળો અને આર્થિક વિકાસઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓઆપણા સાંસ્કૃતિ સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યાંઅયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈદેશમાં તીર્થ ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિ વધીદાદા સોમનાથના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે

ત્યારબાદ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં જળાભિષેક અને વિશેષ પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ લીધા. હાલ તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જનસભાને સંબોધિત કરી રહ્યા છે.

#WATCH | गिर सोमनाथ, गुजरात: सोमनाथ अमृत महोत्सव समारोह के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी ने विशेष महा पूजा में भाग लिया, इसके बाद कुंभाभिषेक और ध्वजारोहण समारोह संपन्न हुए।

यह मंदिर के प्रतिष्ठा अनुष्ठान और मंदिर ध्वज फहराने का प्रतीक है।

सोमनाथ अमृत महोत्सव पुनर्निर्मित… pic.twitter.com/JmyZSP4r7z

— One India News (@oneindianewscom) May 11, 2026

“પ્રભાસ પાટણમાં આધ્યાત્મિક તેજસ્વિતા” – PM મોદી

સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજે પ્રભાસ પાટણનું પવિત્ર ક્ષેત્ર અદભુત પ્રભા સાથે ઝળહળી રહ્યું છે. પુષ્પવર્ષા, ભગવા ધ્વજોની શોભા, વેદ મંત્રોના ઉચ્ચાર અને સાગરના મોજાંઓના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ “જય સોમનાથ”ના નાદથી ગુંજી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે આ ઉજવણી માત્ર એક પ્રસંગ નથી, પરંતુ હજારો વર્ષોની આધ્યાત્મિક યાત્રાનો અનુભવ છે.

#WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi releases a commemorative stamp and coin, commemorating the legacy and spiritual significance of Somnath Temple

(Source: ANI/DD) pic.twitter.com/LddVAeif4R

— ANI (@ANI) May 11, 2026

75 વર્ષનો ઐતિહાસિક સંદેશ

આજે હું અહીં આવી રહ્યો હતો ત્યારે આ યાત્રા સુખદ અનુભૂતી આપી રહી છે. સોમનાથના અવિનાષી હોવાનો ગર્વ અને આજે આ આધુનિક સ્વરૂપના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ આપણે માત્ર બે આયોજનોના હિસ્સાભર નથી બન્યા. આપણને એક હજાર વર્ષોની યાત્રાને અનુભવવાની મહાદેવે તક આપી છે. 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરની પુનઃ સ્થાપના એ કોઈ સાધારણ અવસર નહોતો. 1947માં ભારત આઝાદ થયો તો 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.

“સોમનાથ અમૃતપર્વ માત્ર ભૂતકાળ નહીં, ભવિષ્યની પ્રેરણા”

PM મોદીએ કહ્યું કે સોમનાથનો અમૃત મહોત્સવ માત્ર ભૂતકાળની યાદ નથી, પરંતુ આગામી હજારો વર્ષ માટે પ્રેરણાનું કેન્દ્ર છે. આ મંદિર વારંવાર વિનાશ પછી ઉભું થયું છે, જે સત્ય અને સંકલ્પની જીત દર્શાવે છે.

#WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi says, "Today, the sacred land of Prabhas Patan is filled with a divine radiance. This manifestation of Mahadev, the shower of flowers from the sky, the magnificent presentations of art, music, and dance, the chanting of… pic.twitter.com/kmPO8zJIhg

— ANI (@ANI) May 11, 2026

ઓપરેશન શક્તિનો ઉલ્લેખ

આજના દિવસે ભારત દેશ દ્વારા પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું હતું. 11 મેના રોજ પહેલા ત્રણ પરમાણું પરિક્ષણ કર્યા હતાં. આપણાં વૈજ્ઞાનિકોએ ભારતના સામર્થ્ય અને ક્ષમતાને દુનિયાની સામે રાખી હતી. જેના કારણે વિશ્વ હચમચી ગયું હતું.  વિશ્વની શક્તિઓ ભારતને દબોચવા માટે મેદાનમાં ઉતરી, અનેક પ્રકારના બંધનો લાગ્યા, આર્થિક સંકટની સંભાવનાઓના રસ્તાના સંકેત હતાં.

દુનિયાની મોટી મોટી તાકાતો આટલું મોટું આક્રમણ કરે તો આગળનો રસ્તો દેખાતો નથી. પણ આપણે અલગ જ માટીના બનેલા છીએ. 11 મેના બાદ વિશ્વ આપણી પણ તૂટી પડી હતી. 13મી મેના રોજ ફરી વધુ બે પરમાણું પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. ભારતની રાજનીતિની શક્તિ કેટલી અટલ છે. એ સમયે સમગ્ર દુનિયાનો દબાવ ભારત પર હતો. અટલજીના નેતૃત્વમાં ભાજપની સરકારે કહ્યું હતું. કે અમારા મારે દેશ પ્રથમ છે. દુનિયાની કોઈ તાકાત ભારતને ઝુકાવી નહીં શકે.

તીર્થસ્થળો અને આર્થિક વિકાસ

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના તીર્થસ્થળોમાં આધ્યાત્મિકતા સાથે આર્થિક ગતિવિધિઓમાં પણ વધારો થયો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા સેકડો પરિવારોને રોજગાર મળ્યો છે અને પ્રવાસન વધવાથી સમગ્ર પ્રદેશને લાભ થયો છે.

#WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi says, "On May 11th, the first three nuclear tests were conducted. Our scientists, the champions of India, showcased India's capabilities to the entire world. It sent shockwaves across the globe. Various sanctions were… pic.twitter.com/7Zp7wgztho

— ANI (@ANI) May 11, 2026

ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ

દેશે પરમાણું પરિક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું છે.  જ્યારે દેશનું મિશન ચંદ્રયાન સફળ થયું ત્યારે એ જગ્યાનું નામ પણ આપણે શીવશક્તિ પોઈન્ટ રાખ્યું છે. કારણ કે આપણી આસ્થામાં ચંદ્રમા શિવ સાથે જોડાયેલા છે અને શીવ શક્તિ સાથે જોડાયેલા છે. એટલે જ ચંદ્રના નામ સાથે જ આ જ્યોતિર્લિંગને આપણે સોમનાથ કહીએ છીએ. આજે આપણે એક સંકલ્પ સાકાર થતાં જોઈ શકીએ છીએ. હું ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવું છું. જેના નામ સાથે જ અમૃત જોડાયેલું હોય તેને નષ્ટ કોણ કરી શકે.  અનેક આંક્રાંતા અને લૂંટારાઓએ સોમનાથના વૈભવને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તે આ મંદિરને ભૌતિક ઢાંચો માનીને ટકરાતા રહ્યાં અને મંદિરને તોડતા રહ્યા. પરંતુ આ મંદિર વારંવાર ઉભું થયું. રાજા ભોજ અને ક્યારે રાજા ભીમ દેવ પ્રથમ અને ક્યારેક રાજા મહિપાલ પ્રથમ આવા અનેક શિવભકત સમય સમય પર સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવતા રહ્યા છે.

#WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi says, "There are countless examples across the world where foreign invaders destroyed sites intrinsically linked to a nation's identity. Yet, whenever the people of those nations had the opportunity, they united to… pic.twitter.com/Rn5Q6R18J4

— ANI (@ANI) May 11, 2026

આપણા સાંસ્કૃતિ સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યાં

આપણા સાંસ્કૃતિ સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યાં છે. આ વિરાસતના મહત્વને આપણે નથી સમજી શક્યા. વિદેશી હુમલાખોરોએ આવા સ્થળોને નષ્ટ કર્યા હતાં. ત્યારે દેશવાસીઓએ સાથે આવીને ફરી આવા સ્થળોની પુનઃપ્રતિષ્ઠા કરી. આપણે ત્યાં રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે રાજનીતિ થતી રહી. સોમનાથ તેનું સાક્ષી છે. આઝાદી બાદ પહેલી જવાબદારી હતી કે, સોમનાથનો પુનરોદ્દાર કરવો. સરદાર પટેલે તેની શરૂઆત કરી. પરંતુ આ માટે નહેરૂજીના વિરોધને સહન કરવો પડ્યો હતો. આ વિરોધ બાદ પણ સરદાર સાહેબે મંદિરનું પુન: નિર્માણ થયું. દેશમાં આજે પણ એવી શક્તિઓ પ્રભાવી છે જેને તુષ્ટીકરણ વધુ સારૂ લાગે છે. રામ મંદિર નિર્માણનો પણ વિરોધ કરવામાં આવ્યો.

અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ

આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ 10થી 12 વર્ષની અંદર થયું છે.

દેશમાં તીર્થ ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિ વધી

દેશમાં તીર્થ ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિ વધી છે. સોમનાથ પણ તેનું એક ઉદાહરણ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જોડાયેલા છે. જે લોકો અહીં આવે છે એ રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ ફરે છે. આપણી આસ્થા આપણને જીવન જીવવાની રીત શીખવે છે. કારણે આપણે માનીએ છીએ કે સૃષ્ટી અને પ્રકૃતિ ઈશ્વરનું સ્વરૂપ છે. આપણી આસ્થા વૃક્ષો અને પાણીમાં છે.

દાદા સોમનાથના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે

આજે સોમનાથના અમૃતપર્વની ઉજવણી દરમિયાન આ યાત્રા આપણી સામે છે જેને આપણે નવી ઉંચાઈ પર લઈ જવાની છે. આપણા સંકલ્પોનો પૂરા કરવામાં દાદા સોમનાથના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે તેવી પ્રાર્થના. આ અવસરની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, Amrit Parv, Atal Bihari Vajpayee, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, gujarati news, india news, latest news, localnewsingujarat, Narendra Modi, Narendra Modi Gujarat visit, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Pokhran test anniversary, Politics, Prabhas Patan rally Modi, Sardar Patel, Somnath Amrit Parv 2026, Somnath temple, Somnath temple 75 years, Spiritual India, spiritual tourism India, top news, topnews, topnewschannelinindia, અટલ બિહારી વાજપેયી, અમૃત પર્વ, આધ્યાત્મિક પ્રવાસ ભારત, આધ્યાત્મિક ભારત, ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત, પોખરણ ટેસ્ટ એનિવર્સરી, પ્રભાસ પાટણ રેલી મોદી, ભારત, ભારત સમાચાર, રાજકારણ, સરદાર પટેલ, સોમનાથ અમૃત પર્વ ૨૦૨૬, સોમનાથ મંદિર, સોમનાથ મંદિર 75 વર્ષ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સોમનાથ અમૃત પર્વમાં એરોબેટિક્સનો રોમાંચ : સોમનાથ આકાશમાં સૂર્યકિરણ ટીમનો જબરદસ્ત એર શો
Next Article સોમનાથ મંદિરનો રહસ્યમય ઉદ્ભવ : ચંદ્ર, શિવ અને વૈદિક સંસ્કૃતિની અમર ગાથા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?