ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ.
પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના હેતુ સાથે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની મુખ્ય ઉપસ્થિતિ સાથે શુક્રવારે ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ છે. ભાજપ કાર્યાલય પર યોજાયેલ સંગઠન બેઠક દરમિયાન પ્રચાર સંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ.
‘ચકલી દિવસ’ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ભાજપ પ્રભારી હર્ષદગીરી ગોસાઈ, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તથા રાઘવજી મકવાણા, મહેન્દ્રભાઈ પનોત, ગિરિરાજસિંહ ગોહિલ સહિત અગ્રણીઓ જોડાયાં હતાં અને ચકલી માળા ભેટ વિતરણ થયેલ.
પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી દ્વારા શરૂ થયેલ અભિયાન અંતર્ગત આ ચકલી માળા ભેટ આપવામાં આવેલ આ અભિયાનને અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા બિરદાવવામાં આવેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel