તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરતાં જાણવા મળ્યું કે સ્ટિવન પોતાના સાગરીતોને આદિવાસી વિસ્તારોમાં મોકલીને લોકોને બ્રેઇનવોશ કરતો હતો અને પછી તેમને નડિયાદ લાવી ધર્માંતરણ કરાવતો હતો. આ સમગ્ર કાવતરાની સામે પોલીસએ ગુનો દાખલ કરીને સ્ટિવનની ધરપકડ કરી હતી.
આ મામલે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સુરતમાં આપેલા નિવેદનમાં ખ્રિસ્તી ધર્મપ્રચાર અંગે ચેતવણી આપી હતી. તેઓએ માંગરોળના મોસાલી ખાતે યોજાયેલી જનજાતિય ગૌરવ રથ યાત્રા દરમ્યાન કહ્યું કે — “ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાઈ ન જશો. આપણો ધર્મ અને પરંપરા સર્વોત્તમ છે. આપણા પૂર્વજોએ જે સંસ્કૃતિ આપી છે તેને જ જીવંત રાખવી એ આપણી ફરજ છે.” તેમણે ઉમેર્યું કે, “ભગતજીએ ભગવાન બિરસા મુંડા, દેવ મોગરા માતા અને ભારત માતાની પૂજા કરાવી. આ પરંપરાઓ આપણાં અસ્તિત્વની ઓળખ છે, જેને જીવંત રાખવી પડશે.”
નડિયાદના ધર્માંતરણ કેસમાં પોલીસે ગત 9 સપ્ટેમ્બરે દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ પરથી 59 લોકો મળી આવ્યા હતા, જેમાંથી 9 સગીર બાળકો હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ પોલીસે ચોંકાવનારી વિગતો બહાર પાડી હતી કે સ્ટિવન મેકવાન એક સામાજિક સંસ્થાના નામે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો. તેની બેંક ખાતાઓની તપાસમાં પણ આશરે ₹1 કરોડનું ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે, જે ધર્માંતરણની પ્રવૃત્તિ માટે વપરાતું હોવાનું અનુમાન છે. હાલ પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની પૂછપરછ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel